રશ્મિકા મંદાનાનો 'પાર્ટનર' કોણ? એક્ટ્રેસે વિજય દેવરકોંડા સાથે રિલેશનશિપ અંગે કર્યો ખુલાસો
Rashmika Mandanna : સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાના અવારનવાર તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તેનું નામ ઘણીવાર અભિનેતા વિજય દેવરકોંડા જોડવામાં આવે છે. બંનેના રિલેશનશિપને લઈને અનેક અફવાઓ ઉડતી રહેતી હોય છે. જો કે, રશ્મિકા કે વિજયે જાહેરમાં પોતાના સંબંધોને સ્વીકાર્યા નથી. પરંતુ તેમના હાવભાવ સૂચવે છે કે તેમની વચ્ચે કંઈક ખૂબ જ ખાસ છે.
શું કહ્યું રશ્મિકાએ?
હાલમાં રશ્મિકા મંદાનાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો હતી. જયારે તેને પૂછવામાં આવ્યું કે શું તે સિંગલ છે? તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, 'મારું ઘર એ એક હેપી પ્લેસ છે. ઘર મને સ્ટેબલ અનુભવ કરાવે છે. મને જમીનથી જોડાયેલી રાખે છે. મને ગમે તેટલો પ્રેમ અને લોકપ્રિયતા મળે પરંતુ હું હજુ પણ ફક્ત એક પુત્રી, બહેન અને પાર્ટનર જ છું.' આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે કોઈ સાથે રિલેશનશિપમાં છે.
રશ્મિકા અને વિજયની વચ્ચેની રોમેન્ટિક કેમેસ્ટ્રી
વિજય દેવરકોંડા અને રશ્મિકાની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી વિશે હંમેશા ઘણી ચર્ચા થતી રહી છે. બંનેની પહેલી ફિલ્મ 'ગીતા ગોવિંદમ' હતી. જેમાં લોકોને તેમની વચ્ચેની રોમેન્ટિક કેમેસ્ટ્રી ખૂબ જ ગમી હતી. આ ફિલ્મની સફળતા પછી બંનેએ 'ડિયર કોમરેડ' ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. જે બોક્સ ઓફિસ પર ખૂબ હિટ સાબિત થઈ હતી. આ બંનેની જોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે. એવું કહેવાય છે કે સેટ પર જ તેમની વચ્ચે પ્રેમ ખીલ્યો હતો.
આ પણ વાંચો : સારા અલી ખાને ગોવામાં ભાજપ નેતાના પુત્ર સાથે વેકેશન માણ્યું, વીડિયો વાઇરલ
હું સિંગલ નથી? - વિજય દેવરકોંડા
આ સિવાય બંને વચ્ચેના રિલેશનશિપને લઈને અન્ય બાબતો પણ સામે આવી છે. વિજયે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'હું સિંગલ નથી.' જો કે તેણે સત્તાવાર પોતાના રિલેશન અંગે ખુલાસો કર્યો ન હતો. આ પછી રશ્મિકાએ પણ પોતાની પર્સનલ લાઈફ અંગે વાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, 'સફળતા આવે છે અને જતી રહે છે, પરંતુ ઘર હંમેશા સાથે રહે છે.' આ પછી રશ્મિકાએ તેના અંગત જીવન વિશે પણ વાત કરી હતી. જે સૂચવે છે કે બંને વચ્ચે કંઈક ખાસ ચાલી રહ્યું છે. બંનેએ હજુ સુધી તેમના સંબંધો વિશે કંઈ કહ્યું નથી અને આ બાબતે સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે. તે તેમના અંગત જીવનને ખૂબ મહત્ત્વ આપે છે. આ જ કારણ છે કે રશ્મિકા અને વિજય પોતાના સંબંધો ખૂબ જ પ્રાઇવેટ રાખે છે.