Get The App

મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલએ ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો, ઐશ્વર્યાની છે ફેન

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
Nikita Porwal Crowned Femina Miss India 2024


Nikita Porwal Crowned Femina Miss India 2024: મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલને ફેમિના મિસ ઈન્ડિયા 2024નો તાજ જીત્યો છે, જ્યારે રેખા પાંડે ફર્સ્ટ રનર અપ અને આયુષી ધોળકિયા સેકન્ડ રનર અપ રહી છે. 18 વર્ષની ઉંમરે ટીવી એન્કર તરીકે કારકિર્દી શરૂ કરનાર નિકિતા પોરવાલ ઘણાં વર્ષોથી નાટકો પણ લખી રહી છે. તે અભિનેત્રી પણ છે. પૂર્વ મિસ ઈન્ડિયા 2023 નંદિની ગુપ્તા અને અભિનેત્રી નેહા ધૂપિયાએ તેમને તાજ પહેરાવ્યો હતો. 

નિકિતા હવે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે બુધવારે (16મી ઓક્ટોબર) રાત્રે મુંબઈમાં યોજાયો હતો. જેમાં પૂર્વ મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ પ્રસંગે અભિનેત્રી નેહા ધૂપિયા, ડાન્સર રાઘવ જુયાલ અને અન્ય ઘણી હસ્તીઓ પણ હાજર રહી હતી. અનુષા દાંડેકર ફેમિના મિસ ઈન્ડિયા 2024ની જ્યુરી પેનલનો ભાગ બની. ગ્રાન્ડ ફિનાલેમાં 30 રાજ્યોમાંથી ફાઇનલિસ્ટ ભાગ લેવા આવ્યા હતા. વિજેતા નિકિતા પોરવાલ હવે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલએ ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો, ઐશ્વર્યાની છે ફેન 2 - image

આ પણ વાંચો: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારો બિશ્નોઈ ગેંગનો શાર્પશૂટર પકડાયો, પોલીસને મોટી સફળતા


કોણ છે નિકિતા પોરવાલ?

મધ્ય પ્રદેશની બ્યુટી ક્વીન જે ઉજ્જૈનની રહેવાસી છે. ફેમિના અનુસાર, નિકિતા પોરવાલે કાર્મેલ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી તેનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું છે અને હાલમાં તે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આગળનો અભ્યાસ કરી રહી છે. નિકિતા અભિનેત્રી પણ છે અને 18 વર્ષની ઉંમરથી કામ કરી રહી છે. તેમણે ટીવી એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 60 થી વધુ નાટકોમાં અભિનય કર્યો છે. તેમણે કૃષ્ણલીલા નાટક લખ્યું છે જે 250 પાનાનું છે. 2024 ફેમિના મિસ ઈન્ડિયા 16 ઓક્ટોબરે મુંબઈના ફેમસ સ્ટુડિયોમાં યોજાઈ હતી. તે પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધાની 60મી આવૃત્તિ હતી.

મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલએ ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો, ઐશ્વર્યાની છે ફેન 3 - image

મિસ ઈન્ડિયા નિકિતા આ અભિનેત્રીની ફેન છે

મિસ ઈન્ડિયા 2024 વિજેતા નિકિતા પોરવાલે જણાવ્યું કે, 'હું મિસ વર્લ્ડ અને બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની મોટી ફેન છે. તે મારા માટે સુંદરતા અને બુદ્ધિનું પ્રતીક છે જે ક્યારેય બદલાશે નહીં. હું તેમની પાસેથી ઘણું શીખી છું. તે મારી પ્રેરણા છે.'

મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલએ ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો, ઐશ્વર્યાની છે ફેન 4 - image


Google NewsGoogle News