હુમલાખોરને કોણે ભગાડ્યો અને હુમલો કેમ કર્યો? સૈફ અલીના કેસમાં હજુ 5 સવાલના જવાબ નથી મળ્યાં
Image: Facebook
Saif Ali Khan Attack Case: મુંબઈમાં સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેની પર જીવલેણ હુમલો કરવાના મામલે પોલીસે એક શંકાસ્પદને પકડ્યો છે. હુમલાખોરને પકડવા માટે મુંબઈ પોલીસે 20 ટીમ બનાવી દીધી છે. દરેક ટીમને અભિનેતા પર હુમલો કરનારની શોધમાં અલગ-અલગ ટાસ્ટ આપવામાં આવ્યા છે. આ દરમિયાન મામલાને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યાં છે. સવાલ છે કે આખરે હુમલો કરનારના નિશાને કોણ હતું? હેતુ માત્ર ચોરીનો હતો અને પકડવા પર ચપ્પાથી હુમલો કરી દેવાયો હતો કે પછી સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસનારના નિશાને કોઈ અન્ય હતું?
સમગ્ર બોલિવૂડ જ નહીં પરંતુ મુંબઈ સહિત દેશના ખૂણે-ખૂણે હજુ એ ચર્ચા ચાલી રહી છે કે આખરે સૈફ અલી ખાન પર હુમલો કરનારનો અસલી હેતુ શું છે? સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ચોવીસ કલાક ડોક્ટરની નજર હેઠળ છે અને ખતરાથી બહાર છે પરંતુ 5 સવાલ એવા છે જેનો જવાબ નક્કી રીતે આ સમયે મુંબઈ પોલીસના ધ્યાનમાં પણ હશે.
હુમલાને લઈને ઉઠ્યા ઘણા સવાલ
FIR કહે છે કે સૈફ પર હુમલો કરનારને બાદમાં સૈફના ઘરમાં જ રૂમમાં બંધ કરી દેવાયો હતો પરંતુ કેરટેકર લીમાના જણાવ્યા અનુસાર સૈફને હોસ્પિટલ મોકલ્યા બાદ પાછા રૂમમાં આવ્યા તો દરવાજો ખુલ્લો હતો, હુમલાખોર ભાગી ગયો હતો. ઘરમાં ક્યાંય મળ્યો નહીં. એ સવાલ છે કે શું બાદમાં કોઈએ દરવાજો ખોલી દીધો? બીજી વાત એ છે કે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાના બે કલાક પહેલાના સીસીટીવી ફૂટેજમાં આરોપી ક્યાંય દેખાયો નહીં તો શું આરોપી ઘટનાના અમુક કલાક પહેલા જ સૈફ અલી ખાનના ઘરની સોસાયટી કે ફ્લેટમાં દાખલ થઈ ચૂક્યો હતો?
ત્રીજો સવાલ એ છે કે આરોપી સંતાઈને આવી શકે છે પરંતુ તે સૈફના ઘરે હોબાળો મચાવ્યા બાદ ભાગતી વખતે માત્ર એક સ્થળે સીડી પર નજર આવ્યો. ગેટ પર હાજર ગાર્ડ અને બીજા સીસીટીવી કેમેરામાં શા માટે હુમલાખોર દેખાયો નહીં? ચોથો સવાલ છે કે મોટાભાગના ચોરીના મામલામાં જોઈ શકાય છે કે પકડ્યા જવા પર ચોર ભાગવાનો પ્રયત્ન કરે છે. હુમલો કરવાનો પ્રયત્ન ત્યારે જ કરે છે જ્યારે તે સંખ્યામાં એકથી વધુ હોય પરંતુ સૈફના ઘરે જો એક જ વ્યક્તિ ઘૂસ્યો તો તેણે ભાગવાના બદલે હુમલો કરવાનું જ શા માટે વિચાર્યું? શું હેતુ કંઈ બીજો હતો? પાંચમો સવાલ છે કે ચોરને ચોરી કરતો જોવામાં આવ્યો નહીં, જ્યારે દાવો કરવામાં આવે છે કે તે થોડા કલાક પહેલા દાખલ થઈ ગયો હતો. પકડ્યા જવા પર તે સીધા એક કરોડ રૂપિયાની ડિમાન્ડ કરે છે. તો શું આ ઘટના માત્ર ચોરી સાથે જોડાયેલી છે?
સૈફ-કરીનાના બાળકોના રૂમ સુધી કેવી રીતે પહોંચ્યો?
સૈફ અલી ખાન પરિવારમાં 54 વર્ષનો સૈફ, 44 વર્ષની કરીના કપૂર, 8 વર્ષનો મોટો પુત્ર તૈમુર, 3 વર્ષનો નાનો પુત્ર જેહ છે. સૈફનું ઘર મુંબઈના પોશ વિસ્તાર બાન્દ્રામાં છે. બિલ્ડિંગનું નામ સતગુરુ શરણ છે, જે 12 માળની છે. આમાં ચાર ફ્લોરનું ઘર સૈફ અલી ખાનનું છે. આ બિલ્ડિંગથી ગુરુવાર રાત્રે 02.33 મિનિટે જે વ્યક્તિ સીડીઓથી ઉતરતો સીસીટીવીમાં દેખાયો. દાવો કરવામાં આવ્યો છે કે આ સૈફ અલી ખાન પર ચપ્પાથી 6 વખત હુમલો કરનાર શંકાસ્પદ હુમલાખોર છે. આના ખભા પર બેગ છે. ગળામાં રૂમાલ છે અને તે આમતેમ જોતાં સૈફ અલી ખાનના એપાર્ટમેન્ટથી ઉતરતો કેમેરામાં કેદ થઈ ગયો.
ડમ્પ ડેટાની મદદથી આરોપીની ઓળખ
સૈફ અલી ખાન પર ચપ્પાથી હુમલો કરનારની ઓળખ પોલીસે ગુરુવારે બપોરે કરી. ઓળખ મોબાઈલના કારણે થઈ. મુંબઈ પોલીસનો દાવો છે કે સીસીટીવીથી આરોપીની તસવીર મળી અને ડમ્પ ડેટાના આધારે આરોપીની ઓળખ થઈ ગઈ છે. ડમ્પ ડેટા એટલે કે એક નક્કી સમય પર મોબાઈલ ટાવરના વિસ્તારમાં કેટલા નવા નંબર એક્ટિવ થયા તેના આધારે પોલીસ કહે છે કે તેમણે આરોપીની ઓળખ કરી છે. FIRની કોપીથી નીકળેલી માહિતી પર ધ્યાન આપવાની જરૂર છે જે કહે છે કે બુધવારે રાત્રે 11 વાગ્યા સુધી સૈફ અલી ખાનના ઘરમાં બધું જ સામાન્ય હતું. પછી ત્રણ કલાકની અંદર બધું જ બદલાઈ ગયું.
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ પકડાયો, મુંબઈ પોલીસ પૂછપરછ માટે લઈ ગઇ
કેરટેકરે વ્યક્ત કરી ઘટનાની રાતની સંપૂર્ણ કહાની
જેહની કેરટેકર લીમા તરફથી નોંધાવવામાં આવેલી FIRમાં ઘટનાની રાતની સંપૂર્ણ કહાની છે. તેના જણાવ્યા અનુસાર 'ગુરુવાર રાત્રે 2 વાગે નોકરાણી લીમાને લાગ્યું કે સૈફ અલી ખાનના પુત્ર જેહ અને તૈમૂરના રૂમની પાસે બાથરૂમ ખુલ્લું છે અને લાઈટ ચાલુ છે. બાથરૂમની પાસે પડછાયો નજર આવ્યો. આ પડછાયો જોઈને પહેલા મને લાગ્યું કે કરીના કપૂર પુત્ર જેહને રૂમમાં જોવા આવી છે પરંતુ થોડા સમયમાં મને ગરબડ લાગી અને હું ઉઠીને આવી તો બાથરૂમના દરવાજાની પાસે આરોપીને જોયો, જે સૈફ-કરીનાના પુત્ર જેહના પલંગ તરફ આગળ વધી રહ્યો હતો, જેને મે રોકવાનો પ્રયત્ન કર્યો હતો હુમલાખોરે હુમલો કરતાં મને ચૂપ રહેવા જણાવી કહ્યું, કોઈ અવાજ થવો જોઈએ નહીં.'
FIR અનુસાર તે બાદ હુમલાખોરે ચપ્પા જેવા હથિયારથી લીમાના કાંડા પર હુમલો કરી દીધો. લીમાએ તેને પૂછ્યુ, 'તારે શું જોઈએ છે, કેટલા રૂપિયા જોઈએ?' ત્યારે હુમલો કરનારે કહ્યું, 'એક કરોડ રૂપિયા.' દાવો છે કે ચીસ-બૂમ સાંભળીને કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ દોડતાં ઘટના સ્થળે પહોંચી ગયા. સૈફે પણ પૂછ્યું કે કોણ છે, તું શું ઈચ્છે છે? તે બાદ દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોરે સૈફ પર હુમલો કરી દીધો અને ફરાર થઈ ગયો. સૈફ અલી ખાનને હુમલામાં વધુ ઈજા પહોંચી. ત્યારે પરિવારના બીજા સભ્યો અને સ્ટાફને બોલાવવામાં આવ્યા. આઠમા માળેથી ઈબ્રાહિમ-સારા અલી ખાન આવ્યા જે ઓટોમાં બેસાડીને સૈફે હોસ્પિટલ લઈને પહોંચ્યા.