...તો જૂહી ચાવલાનું ગળું જ કપાઈ ગયું હોત, ક્લાઈમેક્સ સીનમાં નાની ભૂલ ભારે પડી હોત!
Juhi Chawla: વર્ષ 1999માં આવેલી એક ફિલ્મનો ક્લાઈમેક્સ સીન શૂટ કરતી વખતે બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલા ખૂબ જ ડરી ગઈ હતી. હકીકતમાં ઘટના એવી બની હતી કે, ફિલ્મના ડાયરેક્ટરે જૂહીને જણાવ્યા વિના જ ક્લાઈમેક્સ સીનમાં કેટલાક એવા ફેરફાર કરી દીધા હતા કે જેમાં જૂહીની એક નાની ભૂલ તેને ખૂબ ભારે પડી ગઈ હોત. વર્ષ 1999માં એક ફિલ્મ રિલીઝ થઈ હતી, આ ફિલ્મમાં જૂહી ચાવલા અને સની દેઓલની જોડી નજર આવી હતી. ફિલ્મમાં ભરપૂર એક્શન અને સુપરહીટ સોન્ગ હતા. આ ફિલ્મનો ક્લાઈમેક્સ સીન કંઈક એવો હતો કે, હીરો ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે અને હિરોઈન તેને બચાવવાનો પ્રયાસ કરે છે. આ ક્લાઈમેક્સ સીન શૂટ કરતી વખતે જૂહી ચાવલા મોટી દુર્ઘટનાનો શિકાર બની ગઈ હોત. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ફિલ્મનો ક્લાઈમેક્સ સીન શૂટ કરતી વખતે જૂહી ચાવલાનું ગળું જ કપાઈ ગયું હોત.
શું છે ફિલ્મનું નામ?
આ ફિલ્મનું નામ અર્જુન પંડિત છે. આ ફિલ્મને રાહુલ રવૈલે ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં સની દેઓલ અને જુહી ચાવલા ઉપરાંત અન્નુ કપૂર, મુકેશ ઋષિ, આશિષ વિદ્યાર્થી અને યશપાલ શર્મા જેવા એક્ટર્સ નજર આવ્યા હતા. આ ફિલ્મમાં સની દેઓલ ગેંગસ્ટરના રોલમાં નજર આવ્યો હતો.
શું છે ફિલ્મનો ક્લાઈમેક્સ સીન?
આ ફિલ્મના ક્લાઈમેક્સ સીનમાં જૂહી ચાવલા અને સની દેઓલ ગુંડાઓ વચ્ચે ફસાય જાય છે. સની દેઓલ પર ગુંડા ગોળી ચલાવે છે. બીજી તરફ જૂહી ચાવલાનો રોલ એ હોય છે કે, તે સનીને ત્યાંથી લઈ જઈને છુપાવી દે છે અને તેની લાગેલી ગોળી કાઢવાનો પ્રયાસ કરે છે.
જૂહીએ જણાવ્યો હતો આ કિસ્સો
જૂહી જ્યાં સની દેઓલને લઈને જાય છે તે જગ્યા રેલવે ટ્રેકની નીચે થોડી ઊંડાઈમાં હોય છે. તેની ઉંચાઈ લગભગ ત્રણ ફૂટ હતી. ફિલ્મના ક્લાઈમેક્સમાં જુહી ચાવલા, સની દેઓલ અને એક કેમેરામેનને આ જગ્યાએ ઉતારવામાં આવે છે. સીનના આ ભાગ સુધી તો જૂહીને જાણકારી હતી પરંતુ જ્યારે સીન શૂટ થઈ રહ્યો હતો ત્યારે જૂહી ચાવલાએ ટ્રેનની લાઈટ ઝબકતી નજર આવે છે. ત્યારબાદ જુહી જુએ છે કે ટ્રેનના પાટા હલી રહ્યા છે. જૂહીને અંદાજો ન હતો કે શુટિંગ દરમિયાન ખરેખર રેલવે ટ્રેક પર ટ્રેન દોડાવવામાં આવશે.
જ્યારે ટ્રેન પાટા પર દોડી ત્યારે બધા ઝૂકી ગયા હતા. જુહીએ એક જૂના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો તે દરમિયાન મેં થોડું પણ માથું ઊંચું કર્યું હોત તો મારું ગળું જ કપાઈ ગયું હોત. જૂહીએ એમ પણ કહ્યું હતું કે જો મને ખબર હોત કે આ સીનમાં ટ્રેન પાટા પરથી દોડશે તો હું આ સીન કરવા માટે ક્યારેય રાજી ન થઈ હોત.