Get The App

કંગના રણૌતે ભરતનાટયમ કરવા જતાં ભાંગરો વાટયો

Updated: Aug 15th, 2023


Google NewsGoogle News
કંગના રણૌતે ભરતનાટયમ કરવા જતાં ભાંગરો વાટયો 1 - image


- લોકોનો ટોણો, જેક ઓફ ઓલ ન થવાય

- સાઉથની ફિલ્મ 'ચંદ્રમુખી'માં કંગનાનો ડાન્સ જોઈ લોકોએ ટીકાની ઝડી વરસાવી

મુંબઇ : કંગના રણૌત બહુ સારી એકટ્રેસ છે પરંતુ તે ખાસ કોઈ ડાન્સિંગ સ્કિલ્સ ધરાવતી નથી. આમ છતાં પણ તેણે સાઉથની એક ફિલ્મમાં ભરત નાટયમ કરવાની કોશીશ કરી છે. આ ગીત રીલીઝ થતાં જ લોકોએ તેના પર ટીકાઓની ઝડી વરસાવી છે. 

કંગનાના ા ગીતને એમ ેમ કીરાવાનીએ કમ્પોઝ કર્યું છે. કંગનાએ આ નૃત્ય માટે સખત મહેનત કરી રહી હોવાનું પણ દેખાઇ આવે છે. પરંતુ સોશયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી છે.

ઘણા યુઝર્સે ે તેની વિરુદ્ધમાં લખ્યું છે કે, તે એક સારી અભિનેત્રી છે, પરંતુ સારી ડાન્સર ન કહી શકાય. કેટલાય લોકોએ આકરી ટિપ્પણી કરી છે કે કંગનાએ આપવડાઈમાં પોતાને બધેબધું આવડે છે તેવુ ંસાબિત કરવાના પ્રયાસ છોડી દેવા જોઈએ. તેની આવડત માત્ર એક્ટિંગમાં છે અને તેણે તેને જ વળગી રહેવું જોઈએ.  કેટલાક લોકોએ લખ્યું છે કે સાઉથની દરેક એકટ્રેસ નૈસર્ગિક નૃત્યાંગના હોય છે.

તેમને છોડીને શા માટે કંગનાને આ રોલ માટે પસંદ કરવામાં આવી છે તે એક સવાલ છે. 


Google NewsGoogle News