Get The App

સલમાન અને શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મ આવતીકાલે થશે રિ-રિલીઝ, જુઓ VIDEO

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
Karan-Arjun


Karan-Arjun: આજકાલ બોલિવૂડ ફિલ્મોને ફરી રિલીઝ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લૈલા-મજનુ, રોકસ્ટાર, અજબ પ્રેમ કી ગજબ કહાની વગેરે જેવી ફિલ્મો ફરી રિલીઝ કર્યા બાદ હવે સલમાન ખાન અને શાહરૂખ ખાન સ્ટારર કરણ-અર્જુનને પણ ફરી રિલીઝ કરવામાં આવશે. હાલમાં જ ડાયરેક્ટર રાકેશ રોશનની આ ફિલ્મના રી-રિલીઝની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે સલમાન ખાન અને શાહરૂખ ખાનની આ બ્લોકબસ્ટર ચર્ચામાં છે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે 22 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.



કરણ-અર્જુન ફિલ્મ વિષે તમે આ વાત નહિ જાણતા હોય 

એવામાં આજે કરણ-અર્જુન સાથે જોડાયેલી એક એવી ઘટના વિષે જાણીશું. આ ફિલ્મની કાસ્ટ જયારે નક્કી કરવામાં આવી ત્યારે સલમાન ખાન નિર્માતાઓની પહેલી પસંદ ન હતો. આ રોલ 90ના દાયકાના સુપરસ્ટારને ઓફર કરવામાં આવ્યો હતો. તેમજ આ બ્લોકબસ્ટર ફિલ્મનું નામ પણ કરણ-અર્જુન નહોતું. 

આ એક્ટરને મળી હતી કરણ-અર્જુનની ઓફર 

એક દિગ્દર્શક તરીકે રાકેશ રોશન કરણ-અર્જુન ફિલ્મ બનાવવામાં કોઈ કસર છોડવા માંગતા ન હતા. તે સમયે તેની સામે સૌથી મોટો પડકાર મુખ્ય બે ભૂમિકા માટે ક્યા કલાકારોને લેવા. જેમાં અર્જુન તરીકે શાહરૂખ ખાનનું નામ પહેલાથી જ ફાઈનલ હતું. પરંતુ કરણ તરીકે સલમાન ખાનના બદલે અજય દેવગણની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર અજય આ ફિલ્મ ન કરી શક્યો અને આ રોલ સલમાનને ઓફર કરવામાં આવ્યો. સલમાનને આ ફિલ્મની સ્ટોરી પસંદ આવી ગઈ અને તેણે આ ફિલ્મ માટે હા પાડી દીધી. 

આ પણ વાંચો: 'મારું બેકગ્રાઉન્ડ ફિલ્મી નથી એટલે...' ગ્લેમરસ એક્ટ્રેસને કરવો પડી રહ્યો છે બોલિવૂડમાં સંઘર્ષ!

ફિલ્મને વર્ષ 2025માં 30 વર્ષ પૂરા થશે 

આ પછી સલમાન અને શાહરૂખની જોડીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ સાથે કરણ-અર્જુનની જોડી 90ના દાયકાની સૌથી સફળ ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. 1995માં રિલીઝ થયેલી આ ફિલ્મ ટૂંક સમયમાં જ તેની રિલીઝના 30 વર્ષ પૂરા કરશે.

પહેલા ફિલ્મનું નામ કરણ-અર્જુન નહોતું

તમને જાણીને નવાઈ લાગશે કે કરણ-અર્જુન ફિલ્મનું નામ પહેલા કાયનાત રાખવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી તે બદલીને કરણ-અર્જુન કરવામાં આવ્યું હતું. 90ના દાયકાની આ બ્લોકબસ્ટર ફિલ્મ 22 નવેમ્બરે ફરી થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. 

સલમાન અને શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મ આવતીકાલે થશે રિ-રિલીઝ, જુઓ VIDEO 2 - image



Google NewsGoogle News