રાજામૌલીની ફિલ્મોમાં લૉજિક ક્યાં હોય છે? સ્ટોરી ટેલિંગ અંગે કરણ જોહરનું નિવેદન
Karan Johar's Big Statement on Storytelling : કરણ જોહર બોલિવૂડના એક લોકપ્રિય ફિલ્મ નિર્માતા છે. તેમણે એક એકથી ચડિયાતી ફિલ્મ આપી છે. કરણ જોહરની રોમેન્ટિક ફિલ્મ ચર્ચામાં છે. હાલમાં જ તેમણે સ્ટોરીટેલિંગને લઈને તેમના વિચારો શેર કર્યા છે. કરણ જોહરે કહ્યું કે, ફિલ્મ બનાવતી વખતે એ યાદ રાખવું જોઈએ કે, ફિલ્મમાં તર્ક કરતાં મજબૂત પ્રતીતિ હોવી વધુ મહત્ત્વપૂર્ણ છે. પોતાના મુદ્દાને સમર્થન આપવા કરણે એસએસ રાજામૌલી, સંદીપ રેડ્ડી વાંગા અને અનિલ શર્મા જેવા દિગ્દર્શકોના નામનો ઉલ્લેખ કર્યો હતો.
કરણે ફિલ્મોમાં લોજિક પર પ્રતિક્રિયા આપી
કોમલ નાહટા સાથે વાત કરતાં કરણે કહ્યું કે, ફિલ્મોમાં પ્રતીતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જ્યારે લોજિક ઓછું મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કરણનું માનવું છે કે, શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓ અને તેમની હિટ ફિલ્મોમાં મજબૂત પ્રતીતિ અને લોજિક ઓછું હોય છે.
કરણે કહ્યું કે, એસએસ રાજામૌલીની ફિલ્મોમાં વાસ્તવિક નિયમોનું ઓછું પાલન કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં, તે ઓડિયન્સને પકડી રાખે છે, કારણ કે તેમની સ્ટોરીટેલિંગની સ્ટ્રોંગ હોય છે. કરણે કહ્યું, 'રાજામૌલી સરની ફિલ્મો જુઓ, તેમની ફિલ્મોમાં તમે લોજિક શોધી નહીં શકો. એનિમલ, આરઆરઆર અને ગદર જેવી ફિલ્મો પણ તેમાં સામેલ છે.
આ પણ વાંચો: એલ્વિશ યાદવ અને પ્રિન્સ નરુલા વચ્ચે જોરદાર બબાલ! બંને એકબીજાને મારવાની ધમકી આપી
સની દેઓલના હેન્ડપંપ સીન પર શું કહ્યું
કરણે ગદર ફિલ્મના એક્શન સીન વિશે વાત કરતા કહ્યું કે, એક વ્યક્તિ હેન્ડપંપથી 1000 દુશ્મનોને મારી રહ્યો છે, તેમાં કોઈ તર્ક નથી. દિગ્દર્શક અનિલ શર્માને વિશ્વાસ છે કે સની દેઓલ આવી એક્શન કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીની બાહુબલી, આરઆરઆર જેવી ફિલ્મોએ જબરદસ્ત કલેક્શન કર્યું હતું. આ ફિલ્મોએ વિશ્વભરમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા. RRRના એક ગીત નાટુ નાટુને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે.