વર્ષ 2023ની બે મોટી ફિલ્મો એનિમલ અને સામ બહાદુર ક્યારે થશે OTT પર રિલીઝ?
નવી મુંબઇ,તા. 23 જાન્યુઆરી 2024, મંગળવાર
વર્ષ 2023ની બે મોટી ફિલ્મો રણબીર કપૂર સ્ટારર એનિમલ અને વિક્કી કૌશલની સામ બહાદુર 1 ડિસેમ્બરે રિલીઝ થઇ હતી. બંને ફિલ્મોની ચાહકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રિલીઝ થયા બાદ બંને ફિલ્મોને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. જે લોકો આ ફિલ્મને થિયેટરમાં જોવાની ચૂકી ગયા હોય તેમના માટે સારા સમાચાર છે. વિકી કૌશલ અને રણબીર કપૂરની ફિલ્મો હવે ઓટીટી પર રિલીઝ થવાની તૈયારીમાં છે.
મળતી માહિતી પ્રમાણે 'સામ બહાદુર' અને 'એનિમલ' ક્યાં અને ક્યારે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે તે જાહેર કરવામાં આવ્યું છે. એક જ દિવસે રિલીઝ થયેલી બંને ફિલ્મો હવે OTT પર પણ સાથે આવે તેવી અપેક્ષા છે.
બોક્સ ઓફિસ કલેક્શનની જો વાત કરીએ તો, વિકી કૌશલની ફિલ્મ 'સામ બહાદુર'એ ભારતમાં બોક્સ ઓફિસ પર 93.7 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે વર્લ્ડ વાઇડ ક્લેકેશનના મામલે 130 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મનું બજેટ માત્ર 60 કરોડ હતુ.
સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો આ ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ જોવા મળી હતી. હવે તમે Zee5 પર મેઘના ગુલઝારની નિર્દેશિત ફિલ્મ જોઈ શકો છો.
સામ બહાદુરની OTT રિલીઝ ડેટ
હવે વિકી કૌશલની સેમ બહાદુર આખરે OTT પર 26મી જાન્યુઆરીએ ZEE5 પર જોઈ શકશો. આ ફિલ્મમાં વિકી કૌશલની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા હતા. તેણે જે રીતે સેમ માણેકશાના પાત્રને મૂર્ત સ્વરૂપ આપ્યું તે પ્રશંસનીય હતું.
'એનિમલ' વિવાદ ઉકેલાયો
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ની OTT રિલીઝની વાત કરીએ તો તેના પર વિવાદ થયો હતો. ફિલ્મના કો -પ્રોડ્યસર સિને1 સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ અને ટી-સિરીઝે સોમવારે, 22 જાન્યુઆરીએ દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે, તેઓએ કોન્ટ્રેક્ટને લઇને પોતાના વિવાદને ઉકેલી લીધો છે.
આ સાથે OTT રિલીઝનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. પરંતુ હવે કોર્ટે આ કેસ 24 જાન્યુઆરી માટે મુલતવી રાખ્યો છે. 26મીએ Netflix પર રિલીઝ થશે પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે.