Get The App

'જ્યારે બ્રેકઅપ થયું ત્યારે સમજાયું કે એ પ્રેમ નહીં, ક્રશ હતો..' જાણીતી અભિનેત્રીનો સ્કૂલ ટાઇમ લવ અંગે ખુલાસો

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
'જ્યારે બ્રેકઅપ થયું ત્યારે સમજાયું કે એ પ્રેમ નહીં, ક્રશ હતો..' જાણીતી અભિનેત્રીનો સ્કૂલ ટાઇમ લવ અંગે ખુલાસો 1 - image


Image: Facebook

Kriti Sanon: થોડા દિવસો પહેલા ક્રિતિ સેનન બિઝનેસમેન કબીર બહિયા સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. ક્રિતિએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર સેલિબ્રેશનની આ તસવીરો પણ શેર કરી છે. તાજેતરમાં જ ક્રિતિ એક પોડકાસ્ટમાં જોવા મળી હતી. આ પોડકાસ્ટમાં તેણે કરિયર અને અંગત જીવન વિશે ઘણી વાતો કરી હતી. સાથે સાથે પ્રેમને લઈને પોતાની લાગણીઓ શેર કરી હતી. 

ક્રિતિ સેનનને પોડકાસ્ટમાં તેના પ્રથમ ક્રશ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે 'હું માત્ર ત્યારે જ મારી વાત સાંભળું છું જ્યારે પ્રેમની વાત આવે છે. હું આ મામલે કોઈનું સાંભળતી નથી. જ્યારે હું અગિયારમાં ધોરણમાં હતી ત્યારે મારો પ્રથમ ક્રશ એક ઊંચો છોકરો હતો. હું ઘણી વખત તેની તરફ જોતી અમે બંને એકબીજાને પસંદ કરતા હતા. તે છોકરો મારા માતાના ફોન પર ફોન કરતો હતો. મારી માટે મારા માતાથી આ વાત છુપાવવી ખૂબ મુશ્કેલ હતી.' ક્રિતિ તેના પ્રથમ ક્રશને યાદ કરીને ખૂબ હસવા લાગી હતી. ક્રિતિનો પ્રથમ ક્રશ સાથેનો સંબંધ તૂટી ગયો. પોડકાસ્ટમાં ક્રિતિએ જણાવ્યું કે, 'જ્યારે બ્રેકઅપ થયું ત્યારે હું ખૂબ રડી હતી. પાછળથી મને સમજાયું કે આ પ્રેમ નથી, આ માત્ર એક ક્રશ હતો.

આ પણ વાંચો: સાઉથના ફિલ્મ ડિરેક્ટરોના કારણે જ બોલિવૂડ ફરી ઊભું થયું, નગા વામસી અને બોની કપૂર વચ્ચે શાબ્દિક યુદ્ધ

ક્રિતિ સેનને આ વર્ષે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં તેરી બાતો મેં ઐસા ઉલ્ઝા જિયા, ક્રૂ અને દો પત્તીનો સમાવેશ થાય છે. ફિલ્મમાં અભિનયની સાથે ક્રિતિએ પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું છે. ભવિષ્યમાં તે પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ વિવિધ ફિલ્મો બનાવવા માગે છે. 


Google NewsGoogle News