Get The App

જ્યારે રાહુલે શાહરુખ ખાનથી નેતાઓ માટે સલાહ માગી, કિંગ ખાનનો જવાબ સાંભળી સૌ કોઈ ચોંક્યા

Updated: Jun 7th, 2024


Google News
Google News
જ્યારે રાહુલે શાહરુખ ખાનથી નેતાઓ માટે સલાહ માગી, કિંગ ખાનનો જવાબ સાંભળી સૌ કોઈ ચોંક્યા 1 - image


Image: Facebook

Shah Rukh Khan Advice Politicians: શાહરુખ ખાન 90ના દાયકાના શ્રેષ્ઠ સ્ટાર્સ પૈકીનો એક છે. આજે પણ તે પોતાની ફિલ્મો અને એક્ટિંગ દ્વારા ચાહકોના દિલમાં રાજ કરે છે. કિંગ ખાનના ચાહકો તેમની તસવીરોથી લઈને નવા-જૂના વીડિયો પર ખૂબ પ્રેમ વરસાવે છે. હવે આવો જ તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોલિટિશિયન્સને સલાહ આપતા નજર આવી રહ્યો છે. 

તાજેતરમાં જ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે અને તે બાદ તેનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાહુલ ગાંધી, શાહરુખ ખાનને સવાલ કરે છે કે નેતાઓ માટે પોલિટિશિયન્સને તેઓ શું સલાહ આપશે. આ સવાલનો કિંગ ખાન જે જવાબ આપે છે તે તેની રાજકીય ઈમાનદારી પર વિચારોની એક ઝલક પણ દર્શાવે છે.

શાહરુખ ખાને આપ્યો હતો મજેદાર જવાબ

વીડિયોને જોઈને એવું લાગી રહ્યું છે કે આ કોઈ ઈવેન્ટનો છે. જેમાં ઘણા લોકો હાજર છે અને સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ જોવા મળી રહ્યાં છે. દરમિયાન રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપતા શાહરુખ થોડો નર્વસ નજર આવે છે અને કહે છે કે જુઓ તમે કોને પૂછ્યુ છે. ખોટું બોલવું, દગો આપવો મારા કામનો ભાગ છે, આને હું આજીવિકા માટે કરું છું. હું એક્ટર છું. તે બાદ શાહરુખ કહે છે કે કામ કરતી વખતે મનમાં ઈમાનદારી હોવી જોઈએ. દેશ માટે ગર્વ સાથે કામ કરો અને ટેબલની નીચેથી લાંચ ન લો. જો આપણે આ બધું યોગ્ય રીતે કરીએ છીએ તો આપણે સૌ રૂપિયા કમાઈશું અને ખુશ રહીશું. સાથે જ આપણે મહાન અને ગૌરવશાળી રાષ્ટ્ર બનાવીશું. તેથી તમામ રાજનેતાઓને મારી સલાહ છે, ઈમાનદાર રહો. 

લોકોએ શાહરુખ ખાનની પ્રશંસા કરી

કિંગ ખાનની આ વાત સાંભળીને ઈવેન્ટમાં હાજર દરેક વ્યક્તિ તેમના વખાણ કરવા લાગ્યા અને તાળી પાડવા લાગ્યા. માત્ર એટલું જ નહીં, વીડિયોના કમેન્ટ સેક્શન પર પણ ઘણા લોકોએ કિંગ ખાનની વાતના વખાણ કર્યાં.

Tags :
Shah-Rukh-KhanRahul-GandhiAdvicePoliticians

Google News
Google News