સાઉથના આ સુપરસ્ટારની પત્નીએ જૂહી ચાવલાને 'લો સોસાયટી'ની ગણાવી! ફેન્સ ચોંક્યા
Namrata Shirodkar: થોડા સમયથી ફિલ્મ જગતના કલાકારોના જૂના ઇન્ટરવ્યૂ અને વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી કેટલાક વીડિયો લોકોને પસંદ આવે છે તો કેટલાક વીડિયો હોબાળો મચાવે છે. એવામાં હવે તેલુગુ સ્ટાર મહેશ બાબુની પત્ની અને અભિનેત્રી નમ્રતા શિરોડકરની એક ચેટ વાયરલ થઈ રહી છે જેમાં તેણે શ્રીદેવી અને જૂહી ચાવલા વિષે એવું કહી દીધું કે આ અભિનેત્રીઓના ફેન્સનું દિલ તૂટી જાય.
નમ્રતા શિરોડકરની આ ચેટ વર્ષ 2000ની છે
વર્ષ 2000માં જ્યારે નમ્રતા શિરોડકર ફિલ્મ 'પુકાર'માં કામ કરી રહી હતી ત્યારની આ ઘટના છે. એ દરમિયાન તેને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે ‘તમે શ્રીદેવી, જૂહી ચાવલા અને માધુરી દીક્ષિત વિશે શું વિચારો છો?’
'શ્રીદેવી બરફ જેવી ઠંડી છે, તે અને જૂહી એલ.એસ. છે'
ત્યારે નમ્રતા શિરોડકરે શ્રીદેવીને 'બરફ જેવી ઠંડી' ગણાવી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે ‘શ્રીદેવી અને જૂહી ચાવલા 'લો સોસાયટી'ની છે. ચોક્કસપણે, હું મારા માટે એક અલગ જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહી છું અને જ્યાં સુધી જૂહી અને શ્રીદેવીની વાત છે, તેઓ સંપૂર્ણપણે એલ.એસ. છે. જો તમારે તેનો અર્થ જાણવો હોય તો તેનો અર્થ લો સોસાયટી.'
આ પણ વાંચો: સલમાન ખાન સાથે બદલો લેવા મારો ઉપયોગ કર્યો...' સોનુ નિગમ પર અભિનેત્રીના ગંભીર આરોપ
નમ્રતાના આ નિવેદનથી લોકો થયા નારાજ
જોકે નમ્રતા શિરોડકરે આ નિવેદન 1996માં આપ્યું હતું, પરંતુ યુઝર્સ તેનાથી ખુશ નથી. એક વ્યક્તિએ લખ્યું, 'મને લાગે છે કે શ્રીદેવી વધુ સારી અભિનેત્રી હતી અને હંમેશા રહેશે'. નમ્રતા પર નિશાન સાધતા યુઝરે કહ્યું કે ‘આ બંને અભિનેત્રીઓએ તમારા કરતા વધુ હિટ ફિલ્મો આપી છે.’ એક યુઝરે તો એમ પણ કહ્યું કે ‘તમારામાં શ્રીદેવીના ડાબા અંગૂઠાના નખ જેટલું પણ ટેલેન્ટ નથી.’ તો અન્ય એક યુઝરે કહ્યું કે ‘બોલિવૂડમાં સફળ ન હોવ તો પણ તમે જૂહી અને શ્રીદેવી પર કેવી રીતે કોમેન્ટ કરી શકો?’
નમ્રતા શિરોડકરની કારકિર્દી અને ફિલ્મો
નમ્રતા શિરોડકરે બાળ કલાકાર તરીકે વર્ષ 1977માં ફિલ્મ 'શિરડી કે સાંઈ બાબા'થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે 1998માં ફિલ્મ 'જબ પ્યાર કિસી સે હોતા હૈ'થી હીરોઈન તરીકે ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીએ 'મેરે દો અનમોલ રતન', 'કચ્ચે ધાગે', 'વાસ્તવઃ ધ રિયાલિટી', 'હેરા ફેરી', 'અલબેલા', 'વંશી', 'LOC કારગિલ' અને 'મેજર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.