દુવાને ત્રણ મહિના પૂરા થતાં દાદીએ વાળ ડોનેટ કર્યા
- દીપિકાની સાસુ દ્વારા અનોખી ઉજવણી
- રણવીરનાં માતાની કપાયેલા વાળ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
મુંબઇ : રણવીર સિંહ અને દીપિકા પદુકોણની પુત્રી દુવા તા. આઠમી ડિસેમ્બરના રોજ ૩ મહિનાની થઇ ગઇ છે. એ દિવસે તેની દાદી અને રણવીરની માતા અંજુ ભવનાનીએ પોતાના વાળ ડોનેટ કર્યા છે. અંજુ ભવનાનીની કાપેલા વાળની ચોટલીઓ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દીપિકા તથા રણવીરના ચાહકોએ તેમની આ અનોખી ઉજવણીને વધાવી છે.
અંજુ ભાવનાનીએ પોતાની તસવીરમાં કેપ્શન આપ્યું છે કે હેપ્પી બર્થ ડે મેરી ડાર્લિંગ દુઆ. આ વિશેષ દિવસને અમે પ્રેમ અને આશા સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે.
અમે દુઆ મોટી થઇરી હોવાની ખુશી માણી રહ્યા છીએ. આશા છે કે મારી આ એક નાનકડી ભેટ મુશ્કેલ સમયમાં પસાર થતી વ્યક્તિને ખુશી આપે.