કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચાય તો એમાં હું શું કરું?, દિલજીત દોસાંઝનો ટ્રોલર્સને જવાબ
Image: Facebook
Diljit Dosanjh Concert Ticket Issue: પંજાબી સિંગર દિલજીત દોસાંજ ઈન્ડિયા આવી ચૂક્યો છે. અલગ-અલગ શહેરોમાં જઈને કોન્સર્ટ કરી રહ્યો છે. પંજાબી ગીતોથી દર્શકોને લોભાવી રહ્યો છે. જોરદાર પરફોર્મન્સથી સૌનું દિલ જીતી રહ્યો છે. અમદાવાદ, દિલ્હી, ગુરુગ્રામ, બેંગલુરુ, લખનૌ, હૈદરાબાદ અને ઘણા સ્થળોએ દિલજીત પરફોર્મ કરી ચૂક્યો છે. 8 ડિસેમ્બરે દિલજીત ઈન્દોર પહોંચ્યો. કોન્સર્ટ કરી અને ત્યાં તેણે સૌથી પહેલા પોતાના ચાહકોની સાથે 'જય શ્રી મહાકાલ' નો જયકારો લગાવ્યો.
વાયરલ થઈ રહ્યો છે દિલજીતનો વીડિયો
દિલજીતનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં તે કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચાય છે તેના વિશે વાત કરી રહ્યો છે. તેણે કહ્યું, 'ઘણા દિવસોથી આપણા દેશમાં મને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે કે દિલજીતના કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચાઈ રહી છે. તો ભાઈ, મારી ભૂલ થોડી છે કે ટિકિટ બ્લેકમાં વેચાઈ રહી છે. જો પાજી તમે 10 રૂપિયાની ટિકિટ લઈ લો અને તેને 100 રૂપિયામાં વેચી દો તો તેમાં આર્ટિસ્ટની શું ભૂલ છે.? મને આ બધું જોઈને રાહત ઈન્દોરીજીનો એક શેર યાદ આવી ગયો, કહો તો સંભળાવું. તેમનું શહેર છે. આ પ્રોગ્રામ આજે ઈન્દોરીજીના નામે. તો મીડિયાવાળા જેટલા આરોપ મારી ઉપર તમારે લગાવવા હોય, તે આરામથી લગાવી દો. મને બદનામીનો કોઈ ડર નથી. મને કોઈ ટેન્શન નથી.'
આ પણ વાંચો: ઈન્સ્ટેસ્ટેલરને પુષ્પા-ટુ કરતાં વધુ સારી ફિલ્મ ગણાવાતાં જાહ્નવી કપૂર નારાજ
'ટિકિટ બ્લેકમાં વેચાઈ રહી છે' આ મુદ્દે દિલજીતનો જવાબ
દિલજીતે કહ્યું, 'આ બધું અત્યારે શરૂ થયું નથી. જ્યારથી ભારતમાં થિયેટર છે ત્યારથી 10 કા 20, 10 કા 20 ક્યારથી ચાલી રહ્યું છે. સમય બદલાઈ ગયો છે. જે એક્ટર હતાં તેમની ફિલ્મોમાં સિંગર પાછળ ગાતા હતા અને એક્ટર મોઢું હલાવતાં હતાં. હવે ગીતો ગાનાર આગળ આવી ગયા છે, બસ આટલું જ અંતર છે. આ જ બદલાયું છે. 10 કા 20, 10 કા 20 તો ખૂબ જૂના ટાઈમથી ચાલી રહ્યું છે. મારા બે ભાઈઓએ ટૂર શરૂ કરી છે. કરણ ઓજલા અને એપી ઢિલ્લો, તેમના માટે પણ બેસ્ટ ઓફ લક. આ ઈન્ડિપેન્ડેન્ટ મ્યૂઝિકનો ટાઈમ શરૂ છે. મુશ્કેલી તો આવશે. જ્યારે કોઈ પણ ફેરફાર આવે છે તો મુશ્કેલી આવે છે. અમે આપણું કામ કરતાં જઈશું. જેટલા પણ ઈન્ડિપેન્ડેન્ટ આર્ટિસ્ટ્સ છે જોર અને મહેનત ડબલ કરી દો. ભારતીય સંગીતનો સમય આવી ગયો છે. પહેલા બહારના કલાકાર આવતા હતા, તેમની ટિકિટ લાખોમાં બ્લેક થતી હતી. હવે ભારતીય કલાકારની ટિકિટ બ્લેક થઈ રહી છે. આને જ તો કહેવાય છે વોકલ ફોર લોકલ છે.'