Get The App

રણદીપ હુડ્ડાએ જે રીતિ-રીવાજથી લગ્ન કર્યા તે મૈતેઈ સમુદાયની સંસ્કૃતિ શું છે? જાણો તેનો ઈતિહાસ

ખાસ રીતિ-રીવાજથી થયેલા રણદીપ હુડ્ડાના લગ્નનો વિડીયો વાઈરલ

રણદીપ અને લીને મણિપુરની પ્રખ્યાત મૈતાઈ લગ્ન વિધિથી કર્યા લગ્ન

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
રણદીપ હુડ્ડાએ જે રીતિ-રીવાજથી લગ્ન કર્યા તે મૈતેઈ સમુદાયની સંસ્કૃતિ શું છે? જાણો તેનો ઈતિહાસ 1 - image


Randeep Hooda-Lin Laishram Wedding: બોલીવુડના દમદાર અભિનેતાઓની વાત કરવામાં આવે તો તેમાં રણદીપ હુડ્ડાનું નામ પણ સામેલ છે. વર્તમાન સમયમાં અભિનેતા રણદીપ હુડ્ડાનું નામ હાલમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. રણદીપે તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે મણિપુરની પ્રખ્યાત મૈતાઈ લગ્ન વિધિથી લગ્ન કાર્ય છે. હાલ સોશિયલ મીડિયા પર તેમના લગ્ન વિધીનો વીડિઓ વાઈરલ છે. તેમજ તેમના ફેન્સમાં મૈતાઇ લગ્ન વિધિ અંગે પણ ચર્ચાઓ થાય છે ત્યારે ચાલો જાણીએ મૈતાઇ લગ્નના રિવાજો શું છે?

રણદીપ અને લીનેના લગ્ન થયા આ ખાસ વિધિથી

રણદીપ હુડ્ડા અને લીન લેશરામે ગઈકાલે મણિપુરના ઇમ્ફાલમાં લગ્ન કર્યા હતા. બંનેએ મણિપુરની પ્રખ્યાત મૈતાઈ વિધિથી લગ્ન કર્યા હતા. મણિપુરમાં મૈતાઈ લગ્નનો ઈતિહાસ ઘણો જૂનો છે. 

  • આ લગ્નની પરંપરા ભારતના મણીપુર રાજ્યમાં 350 વર્ષથી પ્રચલિત છે
  • મૈતાઈ વિધિ દ્વારા, કન્યાના પરિવારની ત્રણ વડીલ સ્ત્રીઓ કેળાના પાનથી ઢંકાયેલી થાળીમાં સોપારી સાથે વરરાજાના પરિવારનું સ્વાગત કરે છે અને અભિનંદન આપે છે
  • આ ધાર્મિક વિધિમાં, વર-વધૂ એક ખાસ પ્રકારનો ડ્રેસ પહેરે છે, જેમાં કન્યા પોટલાઈ ડ્રેસ પહેરે છે અને વરરાજા સફેદ ધોતી કુર્તો પહેરે છે
  • એવું પણ કહેવાય છે કે તુલસીના છોડને સાક્ષી માનીને આ મૈતાઈ વિવાહ પૂર્ણ થાય છે
  • લોકો વર-કન્યાને વર્તુળમાં બેસાડીને પૈસા પણ આપે છે
  • કન્યા વરરાજાને હાર પહેરાવીને તેનું સ્વાગત કરે છે
  • આ મૈતાઈ લગ્ન સમારંભના ઘણા જુદા જુદા નામ છે, જે મણિપુરી લગ્ન, લુહોંગબા અને યમ પાનબા છે
  • મણિપુરમાં મૈતાઈ પણ એક પ્રખ્યાત આદિજાતિ માનવામાં આવે છે


ઈતિહાસ શું છે?

મૈતાઈ સમુદાય કુલ વસ્તીના 64.6 ટકા છે. આ સમુદાયના 90 ટકા લોકો પહાડી વિસ્તારોમાં રહે છે, જ્યારે મોટાભાગના લોકો ઇમ્ફાલ ખીણમાં સ્થાયી થયા છે. મૈતાઈ સમુદાય હિંદુ ધર્મને અનુસરે છે અને તેમના વડીલોએ 17મી અને 18મી સદીમાં હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો. આ સમુદાય પૂર્વ ભારતીય માતૃપ્રધાન સમ્રાટ અશોકના શાસનકાળનો છે અને તે મ્યાનમારથી બાંગ્લાદેશની સુરમા નદી સુધી ફેલાયેલો હતો. તેમના ભારતીય હિસ્સાના સમાવેશ પછી, આ સમુદાય રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 9 ટકા જ થઈ ગયો છે.

સોશિયલ મીડિયા પર રણદીપના લગ્નનો વીડિયો વાઈરલ 

47 વર્ષીય રણદીપ હુડ્ડા લાંબા સમયથી લિન લેશરામને ડેટ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં આજે તેઓએ લગ્ન કરીને પોતાના સંબંધોને નવું નામ આપ્યું છે. રણદીપ હુડા અને લીન લેશરામના લગ્નનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમન ફેન્સ અને બી ટાઉન આ કપલને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. તેમજ તેમના લગ્નના વીડીયોમાં લોકો ખુબ જ લાઇક અને કમેન્ટ કરી રહ્યા છે. 


Google NewsGoogle News