અલ્લુ અર્જુનને મોટો ઝટકો, પુષ્પા-2 રિલીઝ થયાની થોડાં જ કલાકોમાં ઓનલાઈન લીક થઈ?
Movie Pushpa 2 : અલ્લુ અર્જુનની પોપ્યુલર ફિલ્મ પુષ્પા-2 દેશના તમામ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ રિલિઝ થયા બાદ અનેક થિયેટરોમાં ચાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં અલ્લુનું ધમાકેદાર એક્શન અને દમદાર કહાનીના કારણે રિલિઝના પહેલા જ દિવસે ચાહકો સવારથી કતારોમાં ઉભા થઈ ગયા છે. ચોતરફ પુષ્પા - ધ રૂલના વખાણ થઈ રહ્યા છે, જોકો બીજીતરફ પુષ્પા-2ના મેકર્સને મોટો ઝટકો લાગી શકે છે. મળતા અહેવાલો મુજબ રિલિઝ પહેલા જ પુષ્પા પાર્ટ-2 ઓનલાઈ લીક થઈ ગઈ છે.
પુષ્પા પાર્ટ-2 ઓનલાઈ લીક
પુષ્પા પાર્ટ-1 ફિલ્મે ધૂમ મચાવ્યા બાદ ચાહકો પુષ્પા પાર્ટ-2ની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ આજે રિલિઝ થયા બાદ તમામ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે અને ફિલ્મ જોનારાઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે. એકતરફ ફિલ્મના ભરપૂર પોઝિટિવ રિવ્યૂ મળી રહ્યા છે, તો બીજીતરફ ફિલ્મ લીક થવાના કારણે ઘણી ચર્ચામાં આવી ગઈ છે.
મૂવી પાઈરેસી સાઈટ્સ પર લીક
મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની પુષ્પા-2 અનેક પાઈરેસી સાઈટ્સ પર લીક થઈ ગઈ છે. રિલિઝના થોડાં જ કલાકોમાં ફિલ્મ લિક થવાના કારણે મેકર્સને નુકસાન થઈ શકે છે. અગાઉ પણ અનેક મોટી ફિલ્મો પાઈરેસીનો શિકાર બની ચુકી છે, જેના કારણે મેકર્સો હંમેશા ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે. હાલ પુષ્પા - ધ રૂલ મામલે આવું જ થયું હોવાનું દેખાઈ રહ્યું છે.