Watch: જેકી શ્રોફે રામ મંદિરના દાદર પર પોતું માર્યું, 'જગ્ગૂ દાદા'નો વીડિયો લોકોને ખુબ ગમ્યો
નવી મુંબઇ,તા. 16 જાન્યુઆરી 2024, મંગળવાર
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ રાખવામાં આવ્યો છે. રામ મંદિરના અભિષેકની વિધિ ખૂબ જ ભવ્ય થવા જઈ રહી છે. 22મી જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે રામલલ્લા ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા બદલ બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે પણ ખુશી વ્યક્ત કરી છે. એક્ટર પોતાની ફિટનેસ અને નેચર લવર તરીકે પણ જાણીતા છે. તે ઘણીવાર કોઈ પણ ઈવેન્ટમાં રોપા ગિફ્ટ કરતા જોવા મળે છે. જેકી શ્રોફનો એક વીડિયો સામે આવ્યો છે જે જોઇને તેમના ફેન્સ ઘણાં ખુશ છે.
જગ્ગુ દાદાનો મંદિરની સીડિયો સાફ કરતો વીડિયો
તાજેતરમાં જ અભિનેતા મુંબઈના સૌથી જૂના મંદિરમાં જોવા મળ્યા હતા. અહીં તેઓ જૂના રામ મંદિરની બહાર મંદિરના પગથિયાં સાફ કરતા જોવા મળ્યા હતા. હાથમાં મોજા પહેરીને સીડીઓ લૂછી રહેલાં એક્ટરની પાછળ ઘણા લોકો ઉભા હતા.'જગ્ગુ દાદા'નો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. એક્ટરની શ્રદ્ધા જોઇને યુઝર્સ પણ પોતાને કમેન્ટ કરતાં રોકી શક્યાં નહોતા.
એક યુઝરે કમેન્ટ કરી કે, 'જે વ્યક્તિ ઝીરોમાંથી હીરો બની ગયો છે, તે તેનું મહત્વ સમજે છે.' ઘણા યુઝર્સ કમેન્ટમાં, 'નંબર 1 ભીડુ.' તો કેટલાક યુઝર્સ જેકી શ્રોફને ટ્રોલ કરતાં પણ જોવા મળ્યા હતા. કેટલાક યુઝર્સે કહ્યું કે, તે શો ઓફ કરી રહ્યાં છે.