Get The App

Love Marriage: સોનાક્ષી-જહીરની જેમ શું તમે પણ કરવા માંગો છો લવ મેરેજ, માતા –પિતા નથી માની રહ્યાં? તો આ રહી ટીપ્સ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
Love Marriage: સોનાક્ષી-જહીરની જેમ શું તમે પણ કરવા માંગો છો લવ મેરેજ, માતા –પિતા નથી માની રહ્યાં? તો આ રહી ટીપ્સ 1 - image


Love Marriage: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ આ દિવસોમાં તેમના લવ મેરેજને લઈને ચર્ચામાં છે. બંને કપલના લગ્નમાં ઘણી બોલીવૂડ સેલિબ્રિટિઓ હાજર રહી હતી જોકે આ લગ્ન સાદાઇથી થયા હતા અને તેથી જ ચર્ચાનો વિષય પણ બન્યા હતા.

ઘણા લોકોને કોઇ પાત્ર ગમી ગયા બાદ તેની સાથે લવ મેરેજ કરવા હોય છે પરતૂ માતા પિતાના કે સમાજના ડરના કારણે કરી શકતા નથી. જો તમે પણ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની જેમ લવ મેરેજ કરવા ઈચ્છો છો તો તમે પણ આ ટિપ્સ ફોલો કરી શકો છો.

સૌ પ્રથમ, તમારા માતાપિતાને મિત્રો બનાવીને તેમની સાથે સમય વિતાવો અને તમારા જીવન સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરતા રહો. તેથી તે લોકો પણ તમને એક મિત્ર તરીકે જોવે.

તમારે તમારા માતા-પિતાને અગાઉથી અમુક સંકેત આપવો જોઈએ કે, તમને શું ગમે છે, શું નથી ગમતુ તેમજ જીવનમાં તમને લગ્નને લઇને શું વિચારો છો અથવા તમને પ્રેમ લગ્નમાં રસ છે. તમે તમારા બોયફ્રેન્ડને તમારો મિત્ર બનાવી શકો છો અને તેને તમારા માતાપિતા સાથે પરિચય કરાવી શકો છો.

માતાપિતા ઘણીવાર તેમના બાળકોના નિર્ણયો પર વિશ્વાસ કરતા નથી. આવી સ્થિતિમાં, તમારે તેમને ખાતરી આપવી જોઈએ કે, તમે ભવિષ્યના નિર્ણયો સમજી વિચારીને લઈ રહ્યા છો. આ સિવાય તમારા પેરેન્ટ્સને એવા લોકોના ઉદાહરણ આપો જેમના પ્રેમ લગ્ન સફળ થયા છે.



Google NewsGoogle News