Get The App

મંદિર નિર્માણ પૂર્ણ થાય તે પહેલા જ વિવેક ઓબેરોયે કરી લીધા દર્શન, એક્ટરે શેર કર્યો વીડિયો

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
મંદિર નિર્માણ પૂર્ણ થાય તે પહેલા જ વિવેક ઓબેરોયે કરી લીધા દર્શન, એક્ટરે શેર કર્યો વીડિયો 1 - image


નવી મુંબઇ,તા. 17 જાન્યુઆરી 2024, બુધવાર 

રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 22 જાન્યુઆરીએ દેશના જુદા-જુદા ક્ષેત્રના ઘણાં જાણીતા લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. .  રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દેશના 6,000થી વધુ લોકોને આમંત્રણ મોકલ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં સામેલ થશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે સાધુ મહંત અને આગેવાનોને તેમજ સેલિબ્રિટિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ઓનસ્ક્રિન PM મોદી એટલે વિવેક ઓબેરોયને પણ  22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. જેની પોસ્ટ પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 

મંદિરનું બાંધકામ પૂરું થતાં પહેલાં વિવેક ક્યાં પહોંચી ગયા?

22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચેલી મોટી હસ્તીઓમાં વિવેક ઓબેરોયનું નામ સામેલ છે. અયોધ્યાના રામ મંદિર સિવાય પણ એક મંદિર છે જે ચર્ચામાં છે. સંયુક્ત આરબ અમીરાતમાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. આ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન આવતા મહિને 14મી ફેબ્રુઆરીએ થવાની છે. અભિનેતા તેના પરિવાર સાથે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યો હતો, જ્યાં તેણે UAEની રાજધાની અબુ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. જેને જોઇને એક્ટર ભાવુક પણ થઇ ગયા હતા. 

એક્ટરે વીડિયો કર્યો શેર 

અભિનેતા ઐતિહાસિક મંદિરની અદભૂત ડિઝાઇન અને હાથથી કોતરેલા પથ્થરના સ્તંભોને જોઈને રોમાંચિત થયો હતો. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેણે આ મંદિર વિશે વાત કરી છે. 

અભિનેતાએ વીડિયોમાં કહ્યું કે, જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે તમને ત્યાં સ્થાપિત મૂર્તિઓમાં શક્તિનો અનુભવ થાય છે. મારી આંખોમાં આંસુ છે. જય સ્વામી નારાયણ.. હું મારા પરિવાર સાથે આ મંદિરમાં પહોંચ્યો હતો, પરંતુ અહીં પહોંચ્યા પછી હું બીજી દુનિયામાં પહોંચી ગયો હતો.  મારી પાસે આ મંદિરનું વર્ણન કરવા માટે શબ્દો નથી.

14 ફેબ્રુઆરીએ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે

આ મંદિરનો શિલાન્યાસ વર્ષ 2018માં કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ આ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ બાબતે ભારતમાં UAEના રાજદૂત અબ્દુલનાસિર અલશાલીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ દિવસ 'સહિષ્ણુતા અને ઉદારતા'ની ઉજવણી માટે એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે.


Google NewsGoogle News