Get The App

દેખાવકારો ન તો વિદ્યાર્થીઓ છે અને ન તો ક્રાંતિકારી....: બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર વિવેક અગ્નિહોત્રીની પ્રતિક્રિયા

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
દેખાવકારો ન તો વિદ્યાર્થીઓ છે અને ન તો ક્રાંતિકારી....: બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર વિવેક અગ્નિહોત્રીની પ્રતિક્રિયા 1 - image


Vivek Agnihotri On Bangladesh Violence: અનામત હટાવવાની માંગ સાથે શરૂ હિંસક આંદોલનના કારણે બાંગ્લાદેશમાં હવે અત્યંત ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં ઠેર-ઠેર આગચંપી અને હિંસા વચ્ચે અત્યંત ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. હિંસક પ્રદર્શનો વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને સેનાના વિશેષ હેલિકોપ્ટરથી તેઓ ભારત આવી ગયા છે. પાડોસી દેશમાંથી જે વીડિયો સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. હવે આ મામલે હવે ધ કાશ્મીર ફાઈલ્સ સાથે ચર્ચામાં આવેલા ફિલ્મ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો છે કે, દેખાવકારો ન તો વિદ્યાર્થીઓ છે અને ન તો ક્રાંતિકારી.

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી સોશિયલ મીડિયા પર પોતાની વાતોને કડક વલણમાં કહેવા માટે ઓળખાય છે. પાડોસી દેશમાં ભડકી રહેલી આગ વચ્ચે તેમણે એક વીડિયો શેર કરતા એક પોસ્ટ કરી છે. પેતાની પોસ્ટ સાથે તેમણે લખ્યું કે, બાંગ્લાદેશના રસ્તા પર ઉતરેલી તમામ ભીડ ન તો વિદ્યાર્થીઓ છે અને ન તો ક્રાંતિકારી છે.

શું બોલ્યા વિવેક અગ્નિહોત્રી

વિવેક અગ્નિહોત્રીએ બાંગ્લાદેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે- માફ કરજો મીડિયા પરંતુ બાંગ્લાદેશના રસ્તા પર ઉતરેલી તમામ ભીડ ન તો વિદ્યાર્થીઓ છે કે ન તો ક્રાંતિકારી. તેમાંના ઘણા ઠગ અને ભૂખ્યા લોકો છે જે કંઈક લૂંટવાની પ્રયાસમાં બેઠા છે. ઘણી ક્રાંતિ નિષ્ફળ જાય છે કારણ કે ઘણા કહેવાતા ક્રાંતિકારીઓ ખરેખર ગરીબ અને ભૂખ્યા છે જેઓ માને છે કે ક્રાંતિ પછી તેમનું જીવન બદલાઈ જશે પરંતુ તેવું ક્યારેય નથી બનતું. 

લોકો ટીવી પર આવી ફ્લેશ-ક્રાંતિ જોવાનું પસંદ કરે છે.....

તેમણે આગળ લખ્યું કે, બાકીની ભીડ મનોરંજન માટે છે. લોકો ટીવી પર આવી ફ્લેશ-ક્રાંતિ જોવાનું પસંદ કરે છે. નેટફ્લિક્સથી એક સારો બ્રેક. આધુનિક દુનિયાની દુ:ખદ કહાની. જૂની મૂર્તિઓ ધ્વસ્ત કરી દેવામાં આવે છે પરંતુ તેને ઊભી કરવા માટે કોઈ કાયદો નથી. 

શેખ હસીનાના રાજીનામા બાદ પ્રદર્શનકારીઓ તેમના આવાસની અંદર ઘુસી ગયા હતા

સોમવારે શેખ હસીનાના રાજીનામા બાદ હજારો બાંગ્લાદેશી પ્રદર્શનકારીઓ તેમના આવાસની અંદર ઘુસી ગયા હતા. તેઓ ટીવી સેટ, રેફ્રિજરેટર, એક ડાયો સૂટકેસ, વાસણો અને ફર્નિચર સહિતનો તેમનો અંગત સામાન લઈ ગયા હતા.


Google NewsGoogle News