ડોક્યુમેન્ટ્રી ફિલ્મ The Kashmir Files Unreportedનું હૃદય હચમચાવી દેનાર ટ્રેલર રિલીઝ
નવી મુંબઇ,તા. 21 જુલાઇ 2023, શુક્રવાર
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને ભારે વિવાદ થયો હતો. તે 1990માં કાશ્મીરી હિંદુઓની હિજરતને દર્શાવે છે. આ ફિલ્મ વર્ષની સૌથી હિટ ફિલ્મ હતી.
આ ફિલ્મના વિવાદો વચ્ચે બોલિવૂડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ જાહેરાત કરી હતી કે, તેઓ તેcનું અનરિપોર્ટેડ વર્ઝન પણ લઇને આવશે. હવે આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.
કાશ્મીરી પંડિતોના હિજરત પર બનેલી બોલિવૂડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું વધુ એક વર્ઝન, 'ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઇ રહી છે. જેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, આ ટ્રેલર કાશ્મીરી પંડિતોનું પોતાનું ભૂતકાળ અને દર્દ દેખાઇ રહ્યું છે.
હૃદય હચમચાવી દે તેવું ટ્રેલર
આ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે જેનું ટ્રેલર બાઈટથી શરૂ થાય છે તેઓ જેમાં તેઓ જણાવે છે કે, કેવી રીતે તેઓ કાશ્મીરમાં 'હમ ક્યા ચાહતે હૈ આઝાદી'ના નારા લગાવતા હતા. વીડિયોમાં એક વૃદ્ધ મહિલા છે જે કહી રહી છે કે, તે ડરી લાગતો હતો.
અન્ય એક મહિલા કહી રહી છે કે 'ઘરોની બહાર લેટર્સ લગાવવામાં આવતા હતા,તે તમારા ઘરમાં આ વ્યક્તિને મારી નાખવામાં આવશે...' ટ્રેલરમાં કાશ્મીરી પંડિત જે રીતે પોતાનું દર્દ અને તમારો ભૂતકાળ કહી રહ્યા છે તે સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો.
'ધ કાશ્મીર ફાઇલ્સ'ની રિલીઝને એક વર્ષ વીતી ગયું હોવા છતાં પણ આ ફિલ્મની ચર્ચા છે. જો કે, એક વર્ગે આ ફિલ્મને એક પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવી હતી જેમાં કેટલાક રાજકારણીઓ પણ સામેલ હતા. આ માટે વિવેક અગ્નિહોત્રીને પણ ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.