વિવેક અગ્નિહોત્રીની કરી પોતાની નવી ફિલ્મની જાહેરાત, ત્રણ ભાગમાં બનાવશે ‘મહાભારત’

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
વિવેક અગ્નિહોત્રીની કરી પોતાની નવી ફિલ્મની જાહેરાત, ત્રણ ભાગમાં બનાવશે ‘મહાભારત’ 1 - image

Image: Twitter

નવી મુંબઇ,તા. 21 ઓક્ટોબર 2023, શનિવાર 

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોર તાજેતરમાં રિલીઝ થઈ છે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી ખૂબ જ સારા રિવ્યુ મળ્યા છે. વેક્સીન વોર બાદ હવે વિવેકે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ છે પર્વઃ એન એપિક ટેલ ઓફ ધર્મ. આ ફિલ્મ એસએલ ભૈરપ્પાના પુસ્તક 'પર્વ' પર આધારિત છે. વિવેક આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવા જઈ રહ્યા છે જેમાં મહાભારત પર ફોકસ કરશે.

એસ. એલ ભૈરપ્પાએ આ નવલકથા કન્નડમાં જ લખી છે. આ ‘મહાભારત’ના મુખ્ય પાત્રો પરના દ્રષ્ટિકોણથી લખાયેલી નવલકથા છે. મોર્ડન-ક્લાસિક શ્રેણીમાં આ નવલકથાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. વિવેક અગ્નિહોત્રી નવલકથા પર આધારિત આ ફિલ્મ 3 ભાગમાં બનાવશે, જે એક મોટી ફ્રેન્ચાઈઝી બનવા જઈ રહી છે.

વિવેકની ફિલ્મની જાહેરાત બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. વિવેકે ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું- મોટી જાહેરાત- મહાભારત ઇતિહાસ છે કે પૌરાણિક? આપણે ભાગ્યશાળી છીએ ,કે પદ્મભૂષણ ડો.એસ.એલ. ભાઇરપ્પાની મોર્ડન ક્લાસિક લાવવી: 'પર્વ એન એપિક ટેલ ઓફ ધર્મા'.ને લઇને આવીએ છીએ.” આ પોસ્ટરમાં ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા જોઈ શકાય છે. તેમની પાછળ યુદ્ધની સ્થિતિ દેખાઈ રહી છે. પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે.

વીડિયોમાં મહાભારતના વિઝ્યુઅલ્સ બતાવવામાં આવ્યા છે અને તેની સાથે વોઈસ ઓવર આવે છે છે- એવી કોઈ સ્ટોરી નથી જેનો સ્ત્રોત મહાભારત ના હોય. મહાભારત મહાકાવ્ય છે કે ભારતની ચેતના? આ ફિલ્મનું નિર્દેશન વિવેક રંજન અગ્નિહોત્રી કરી રહ્યા છે અને તેના નિર્માતા પલ્લવી જોશી છે. 


Google NewsGoogle News