'મારા મુશ્કેલ સમયમાં તેણે મને ઘણો...' સુશાંત સિંહને યાદ કરી ભાવુક થઇ પ્રખ્યાત અભિનેત્રી
Krystle DSouza: અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા આ આ દિવસોમાં તેની ફિલ્મ વિસ્ફોટને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેત્રીએ તેની અભિનય યાત્રાને યાદ કરી હતી. અભિનેત્રી તેની સફળતાનો શ્રેય નિર્માતા એક્તા કપૂર અને દિવંગત અભિનેત્રી સુશાંતસિંહ રાજપૂત સાથે કામ કરવાને આપ્યો છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેના સંઘર્ષના દિવસોમાં તેણે હિન્દી ભાષામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને સુશાંતે તેને આ કામમાં મદદ કરી હતી.
સુશાંત એકદમ દરિયાદિલ વ્યક્તિ હતા
અભિનેત્રીએ સુશાંતની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ' સુશાંત એક ઉમદા વ્યક્તિ હતા. તેણે મારા કૌશલ્યને નિખારવામાં મારી ખુબ જ મદદ કરી હતી. હું આટલી સારી હિન્દી બોલવાનો શ્રેય સુશાંતને આપું છું. તે એક હીરા જેવા વ્યક્તિ હતા. તેમજ હું તેમને 'સુસુ’ કહીને બોલાવતી હતી. એ એક દરિયાદિલ વ્યક્તિ હતા. જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં જોડાયા ત્યારે તેને ખબર હતી કે તે સફળ થશે.તેઓને એટલો આત્મવિશ્વાસ હતો કે મોટી વસ્તુઓ કરવા માટે જ બન્યા છે અને જયારે આ બન્યું ત્યારે એવું જ લાગ્યું કે આ તો થવાનું જ હતું અને તેમના કારણે જ મને એવુંલાગતું કે હું સફળ થઈશ જ.'
ક્રિસ્ટલે સુશાંત સાથે 'કિસ દેશ મેં હૈ મેરા દિલ'માં સાથે કામ કર્યું હતું
સુશાંત અને ક્રિસ્ટલ 2008મા 'કિસ દેશ મેં હૈ મેરા દિલ'માં સાથે કામ કર્યું હતું. વાતચીત દરમિયાન અભિનેત્રીએ તે ક્ષણ યાદ કરી જ્યારે તેણે કોવિડ-19 દરમિયાન સુશાંતના મૃત્યુ વિશે સાંભળ્યું. આ બાબતે અભિનેત્રી કહ્યું કે, 'મને આ સમાચાર એક મજાક લાગ્યા. હકીકત જાણવા મેં એકતા કપૂરને ફોન કર્યો. બાદમાં મને ખબર પડી કે આ સમાચાર સાચા છે.'
આ એક ખરાબ સપનું છે
આ વાત કરતા ક્રિસ્ટલ ભાવુક થઈ ગઈ હતી અને આંસુ આંખમાંથી વહેવા લાગ્યા હતા અને કહ્યું કે, 'મારી દુનિયા વિખેરાઈ ગઈ, હું આ વાત માની શકતી ન હતી, કંઈ સમજી શકી નહીં. ક્યારેક એવું લાગે છે કે આ એક ખરાબ સપનું છે અને તમે જાગવાના છો, પણ એવું ન હતું.'
ટીવી સિરીયલ માટે 60 કલાક સુધી કામ કર્યું
ક્રિસ્ટલની ટીવી કારકિર્દી શાનદાર રહી છે. સિરીયલો સિવાય તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ઓટીટી પર પણ જોવા મળી છે. ક્રિસ્ટલને 'એક હજારો મેં મેરી બહેના હૈ'થી ઓળખ મળી હતી. આ વિષે વાત કરતા અભિનેત્રીએ જણાવ્યું હતું કે, 'મેં દરરોજ 2500 રૂપિયાથી શરૂઆત કરી હતી. તે સમયે એવો કોઈ નિયમ કે સંચાલક મંડળ નહોતું કે જે નક્કી કરે કે તમે માત્ર 12 ક્લાક શૂટિંગ કરી શકો. મેં રોકાયા વિના 60 કલાક સુધી શૂટિંગ કર્યું છે. હું સેટ પર ઘણી વખત બેહોશ થઈ ગઈ છું. ટીમને એમ્બ્યુલન્સ બોલાવવી પડી. મને આવી ડ્રિપ અને દવાઓ આપી છે અને ત્યારબાદ હું શૂટિંગ પર પાછી ગઈ છું. મારી પાસે હોસ્પિટલ જવાનો પણ સમય નહોતો. તે મારા માટે અઘરું હતું. હું કોઈ પણ રીતે ચાલી શકતી ન હતી. પણ મારા કામમાં સારું હોવું મારા માટે જરૂરી હતું.'