કોન્સર્ટ માટે જતાં જાણીતા મ્યુઝિક કમ્પોઝર વિશાલ દદલાણીને અકસ્માત નડ્યો, હોસ્પિટલમાં દાખલ
Vishal Dadlani Accident: મ્યુઝિક કમ્પોઝર અને સિંગર વિશાલ દદલાણીના ફેન્સ માટે આ સમાચાર થોડા પરેશાન કરી શકે એવા છે. 2જી માર્ચે સિંગરનો પૂણેમાં એક કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો હતો જે હવે રદ્દ કરવામાં આવ્યો છે. વિશાલ દદલાનીએ પોતે આ માહિતી આપી છે. સિંગરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે મારું એકસીડન્ટ થયું છે.
સિંગર અકસ્માતનો શિકાર બન્યો હતો
હાલમાં વિશાલ દદલાણીના એક્સિડન્ટ વિષે વધુ માહિતી સામે આવી નથી, પરંતુ આશા છે કે તે ઠીક થઈ જશે. હાલ માત્ર એટલી જ માહિતી સામે આવી છે કે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમજ એક્સિડન્ટના કારણે કોન્સર્ટ મુલતવી રાખવામાં આવ્યો છે. તેમજ કોન્સર્ટની બીજી તારીખને લઈને કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
હું જલ્દી પાછો આવીશ
વિશાલ દદલાણીએ પોતાના સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરતા લખ્યું કે, 'મારો એક નાનકડો અકસ્માત થયો હતો. હું ટૂંક સમયમાં પાછો આવીશ, આ અંગે હું તમને બધાને અપડેટ રાખીશ.' વિશાલની સાથે આયોજકોએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે કે, '2 માર્ચે વિશાલનો જે કોન્સર્ટ થવાનો હતો તે હાલ મુલતવી રાખવામાં આવ્યો છે.'
ટિકિટ ખરીદનારાઓને આપવામાં આવશે રિફંડ
સોશિયલ મીડિયા પર આયોજકોએ માફી માંગી છે અને કહ્યું છે કે ટિકિટના પૈસા પાછા આપવામાં આવશે. આ પોસ્ટ વાંચતાની સાથે જ વિશાલના ફેન્સમાં ચિંતામાં છે. દરેક કોમેન્ટ કરી રહ્યા છે અને તેમની તબિયત વિશે પૂછી રહ્યા છે. તેમજ ફેન્સ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે અને લખે છે - સર તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. વિશાલ-શેખર બોલિવૂડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર છે. વિશાલે ઘણા ગીતો પણ ગાયા છે. તેમજ વિશાલ જજ તરીકે ઘણા શૉનો ભાગ પણ રહી ચૂક્યો છે.