આ સિંગરે કંગનાને થપ્પડ મારનાર CISF જવાનને આપી નોકરીની ઓફર, કહ્યું- 'કોઈ તમારી મા વિશે...'
Kangana Ranaut Slap Controversy: અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતને ગુરુવારે ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલા કોન્સ્ટેબલે જાહેરમાં થપ્પડ મારી હતી. આ ઘટના બાદ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બાદમાં કંગના રનૌતે પણ એક નિવેદન જારી કર્યું જેમાં તેણે ફેન્સને કહ્યું કે તે સુરક્ષિત છે.
હવે આ ઘટનાને લઇ એક અપડેટ સામે આવી છે. કંગના રનૌતના થપ્પડના વિવાદ પર વિશાલ દદલાનીએ કહ્યું કે, તે હિંસાને સમર્થન નથી આપતા પરંતુ CISF જવાન કુલવિંદર કૌરના ગુસ્સાને સમજે છે.
શેર કરી સ્ટોરી
પ્રખ્યાત સંગીતકાર અને ગાયક વિશાલ દદલાનીએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા કંગના રનૌતને થપ્પડ મારવાની ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન તે કોન્સ્ટેબલને સપોર્ટ આપતા જોવા મળ્યા હતા.
સ્ટોરી શેર કરતાં સિંગરે લખ્યુ કે, "હું હિંસાને સમર્થન આપતો નથી. પરંતુ હું સંપૂર્ણ રીતે સમજું છું કે તે CISF જવાન કેમ ગુસ્સે થયા હતા. જો CISF મહિલા જવાન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે અથવા તેમને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવે તો કોઇ મારો તેમની સાથે કોન્ટેક્ટ કરાવે, જેથી હું તેમને જોબ મળે તેવો પ્રયત્ન કરીશ.
જોકે, આ ઘટના બાદ કુલવિંદર કૌરને તરત જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને તેને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ વિશાલ દદલાનીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી.
"જો મિસ કૌરને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, તો કોઈ તેમનો મારી સાથે સંપર્ક કરાવે..હું ખાતરી કરીશ કે, તેમને સારી નોકરી મળે."
કંગનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા
આ દરમિયાન, કંગનાએ થપ્પડની ઘટના પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "બધાની નજર રાફા ગેંગ પર છે, તે તમારા અથવા તમારા બાળકો સાથે પણ થઈ શકે છે... જ્યારે તમે કોઈ આતંકવાદી હુમલાની ઉજવણી કરો છો, તો તે દિવસ માટે તૈયાર રહો કે,એ તમારી સાથે પણ થઇ શકે છે.