અમારા કરતાં હિમાચલની ગ્રામ્ય કન્યાઓ વધુ બ્યૂટીફૂલ : કંગના
- પ્રોત્સાહન મળે તો આ યુવતીઓ ચાર ચાંદ લગાવી દે
- કંગનાએ આ પોસ્ટમાં પ્રીતિ ઝિન્ટા, યામી ગૌતમ અને પ્રતિભા રાન્ટાને ટેગ કર્યા
મુંબઈ : કંગના રણૌતે સ્વીકાર્યું છે કે ફિલ્મોની મારા જેવી હિરોઈનો કરતાં પણ હિમાચલના ખેતરોમાં કામ કરતી સામાન્ય ગ્રામ્ય કન્યાઓ વધારે બ્યૂટીફૂલ હોય છે. કંગનાએ આ પોસ્ટમાં તેની સાથે જ હિમાચલ પ્રદેશ સાથે નાતો ધરાવતી પ્રિતી ઝિન્ટા, યામી ગૌતમ તથા પ્રતિભા રાન્ટા જેવી હિરોઈનોેને પણ ટેગ કરી છે.
કંગનાએ લખ્યું છે કે હું જ્યારે હિમાચલ જાઉં છું ત્યારે મને ખેતરોમાં અમારા જેટલી કે પછી અમારા કરતાં પણ વધારે સુંદર કન્યાઓ જોવા મળે છે. તેઓ ખેતરોમાં અથાક રીતે કામ કરે છે અને તેમનાં પશુઓ સાચવે છે. આ કન્યાઓ પર કોઈ ઈન્સ્ટા રીલ બનતાં નથી કે કોઈ તેમને પ્રસિદ્ધિ આપતું નથી. જો આ કન્યાઓેને પ્રોત્સાહન મળે તો તેઓ ઘણું કરી શકે તેમ છે.
કંગના સોશિયલ મીડિયા પર બેહદ સક્રિય છે. તેની કેટલીય પોસ્ટ ભારે વિવાદ અને ચર્ચા જગાવતી હોય છે. ગ્રામ્ય કન્યાઓની સુંદરતા વિશેની આ પોસ્ટસ પર પણ અનેક કોમેન્ટસ થઈ રહી છે.