વિક્રાંત મેસીએ પોતાના પુત્રની પહેલી ઝલક બતાવી, પોસ્ટ શેર કરી નામ પણ કર્યું જાહેર

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
વિક્રાંત મેસીએ પોતાના પુત્રની પહેલી ઝલક બતાવી, પોસ્ટ શેર કરી નામ પણ કર્યું જાહેર 1 - image


Image Source: Instagram

મુંબઈ, તા. 24 ફેબ્રુઆરી 2024 શનિવાર

12th Fail એક્ટર વિક્રાંત મેસ્સી અત્યારે પોતાની લાઈફનો બેસ્ટ પાર્ટ એન્જોય કરી રહ્યા છે. 7 ફેબ્રુઆરીએ તેમણે અને તેમની પત્ની શીતલ ઠાકુરે પોતાના પહેલા બાળકનું વેલકમ કર્યું. હવે એક્ટરે પોતાના પુત્રની પહેલી ઝલક દુનિયાને બતાવી છે. સાથે જ તેમણે નામનો પણ ખુલાસો કર્યો છે.

વિક્રાંત મેસ્સીએ પોતાના પુત્રની પહેલી ઝલક બતાવી

12th Fail એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના પુત્રની પહેલી ફોટો શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. ફોટોમાં જોઈ શકાય છે કે શીતલે પોતાના પુત્રને ખોળામાં લીધેલો છે અને બંને પેરેન્ટ્સ તેને નિહાળતા જોવા મળી રહ્યા છે.

પોસ્ટ શેર કરીને નામ પણ રિવીલ કર્યુ

પોસ્ટ શેર કરતા એક્ટરે કેપ્શનમાં લખ્યુ કે કોઈ આશીર્વાદથી ઓછુ નથી. અમે અમારા પુત્રનું નામ વરદાન રાખ્યુ છે. સોશિયલ મીડિયા પર એક્ટરની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. પોસ્ટ પર કમેન્ટ્સ આવી રહી છે. દરેક આ નાના બાળક પર વ્હાલ વરસાવી રહ્યા છે. જોકે ફોટોમાં પુત્રનો ચહેરો તેમણે છુપાવ્યો છે પરંતુ બંનેના ચહેરા પર પુત્રના આવવાની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. 

આ કારણે ટીવી ઈન્ડસ્ટ્રી છોડી

તાજેતરમાં જ એક્ટરે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાતોનો ખુલાસો કર્યો હતો જ્યાં તેમણે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી વાતોનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યુ કે જ્યારે તેમણે નાના પડદાને છોડીને મોટા પડદે પોતાની કિસ્મત અજમાવવાનો નિર્ણય લીધો ત્યારે તેમની પાસે 35 લાખ રૂપિયા દર મહિનાનો કોન્ટ્રાક્ટ હતો પરંતુ તેમણે એ ઓફર ઠુકરાવી દીધી. એક્ટરે કહ્યુ કે તેઓ ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરીને સંતુષ્ટ નહોતા. આ કારણે તેમણે બોલીવુડમાં આવવાનું મન બનાવ્યુ.

આ ફિલ્મમાં નજર આવશે વિક્રાંત

વિક્રાંત ટૂંક સમયમાં એકતા કપૂરની રાજકીય થ્રિલર ફિલ્મમાં નજર આવવાના છે. જેનું નામ 'ધ સાબરમતી રિપોર્ટ' છે. આ ફિલ્મ 3 મે 2024એ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મની કહાની ગુજરાત રાજ્યમાં ગોધરા રેલવે સ્ટેશનની પાસે સાબરમતી એક્સપ્રેસમાં થયેલી ભયાનક ઘટના પર આધારિત છે.


Google NewsGoogle News