Get The App

વિક્રાંત મેસીની બોલિવૂડમાંથી નિવૃત્તિની જાહેરાત, કહ્યું- હવે સારો પતિ-પિતા અને દીકરો બનીશ

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
વિક્રાંત મેસીની બોલિવૂડમાંથી નિવૃત્તિની જાહેરાત, કહ્યું- હવે સારો પતિ-પિતા અને દીકરો બનીશ 1 - image


Vikrant Massey quits industry announced retirement : વિક્રાંત મેસી એવા કલાકારોમાંથી એક છે જેણે પોતાના દમદાર અભિનય, સમર્પણ અને સખત મહેનતના આધારે ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે. વિક્રાંતે ટીવીથી લઈને ફિલ્મો સુધી મજબૂત છાપ છોડી છે. આજે તેની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ સ્ટાર્સમાં થાય છે. પરંતુ હવે કારકિર્દીની ટોચ પર વિક્રાંત મેસીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. અભિનેતાએ અચાનક ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેણે આવું કેમ કર્યું... ચાલો જાણીએ 

એક્ટિંગમાંથી બ્રેક લેવા પર વિક્રાંત મેસીએ શું કહ્યું?

વિક્રાંત કહે છે કે હવે હું એક સારા પતિ, પિતા અને પુત્ર બનવા પર ધ્યાન આપીશ.  અભિનેતાએ કહ્યું કે આપણે હવે છેલ્લી વાર 2025 માં મળીશું. વિક્રાંતે પોસ્ટમાં લખ્યું - હેલ્લો, છેલ્લા કેટલાક વર્ષો ઘણા સારા રહ્યા છે. તમારા અદ્ભુત સમર્થન માટે હું તમારા બધાનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું તેમ તેમ મને સમજાયું છે કે મારા માટે હું મારી જાતને સંભાળવાનો અને ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે. પતિ, પિતા અને પુત્ર તરીકે... અને અભિનેતા તરીકે પણ.

તેની આવનારી ફિલ્મ કઇ? 

વિક્રાંતે આગળ લખ્યું કે આવનારા 2025માં આપણે એકબીજાને છેલ્લી વાર મળીશું. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. દરેક વસ્તુ અને વચ્ચે જે બન્યું તે માટે ફરીથી તમારો આભાર. તે માટે હું હંમેશા તમારો આભારી રહીશ. 

વિક્રાંત મેસીની બોલિવૂડમાંથી નિવૃત્તિની જાહેરાત, કહ્યું- હવે સારો પતિ-પિતા અને દીકરો બનીશ 2 - image




Google NewsGoogle News