વિક્રાંત મેસી એક્તા કપૂરની નવી પોલિટિકલ થ્રીલરમાં
- 12મી ફેલની સફળતાને પગલે નવી ઓફરો
- 2000ના દશકાની શરુઆતમાં બનેલી રાજકીય ઘટનાઓ આધારિત ફિલ્મ હશે
મુંબઇ : વિક્રાંત મેસીને એક્તા કપુરે એક નવી પોલિટિકલ થ્રીલર ફિલ્મ માટે સાઈન કર્યો છે. વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ '૧૨વી ફેઈલ'ની સફળતા બાદ વિક્રાંત મેસીને અનેક ઓફર્સ મળી રહી છે. જોકે, તે બહુ પસંદગીપૂર્વક નવી ફિલ્મો સ્વીકારી રહ્યો છે. તેણે એક્તા કપૂરની ઓફર સ્વીકારી લીધી છે. આ ફિલ્મ ૨૦૦૦ના દાયકાની શરુઆતમાં દેશમાં બનેલી એક ઘટના આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મનું ટાઈટલ કે સ્ટોરીની વિસ્તૃત વિગતો જાહેર કરાઈ નથી. જોકે, એમ કહેવાય છે કે આ બહુ વિવાદાસ્પદ મુદ્દો છે અને હજુ સુધી કોઈએ તેના પર ફિલ્મ બનાવી નથી.
'૧૨વી ફેઈલ' ટિકિટબારી પર સફળ રહી છે અને આ ફિલ્મમાં વિક્રાંત મેસીની ભૂમિકાનાં પણ બહુ વખાણ થયાં છે. બોલીવૂડના અનેક દિગ્ગજ કલાકારો તથા સર્જકોએ આ ફિલ્મનાં જાહેરમાં વખાણ કર્યાં છે.