'મારી વાતનું ખોટું અર્થઘટન કર્યું...', 24 કલાકમાં વિક્રાંત મેસીનો યુ-ટર્ન, નિવૃત્તિ નહીં બ્રેકની વાત કહી
Actor Vikrant Massey : બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીએ રિટાયરમેન્ટના જાહેરાત કરતાં ઈન્ડસ્ટ્રીમાં ભારે હલચલ મચી ગઈ. બધા વિચારવા લાગ્યા કે કેમ આ એક્ટરે એક્ટિંગને અલવિદા કર્યું. લોકોએ વિક્રાંતની પોસ્ટના અનેક મતલબ નીકાળ્યાં હતા, ત્યારે વિક્રાંતે પોતે જ સમગ્ર મામલે ફોળ પાડીને કહ્યું કે, મે રિટાયરમેન્ટની નહીં બ્રેકની વાત કહી હતી.
લોકોએ ખોટું અર્થઘટન કર્યું
વિક્રાંતનું કહેવું છે કે, 'એમની વાતનું લોકોએ ખોટું અર્થઘટન કર્યું, તે રિટાયર નથી થઈ રહ્યા અને નતો એ ઈન્ડસ્ટ્રીને અલવિદા કરશે. તે માત્ર બ્રેક લેવા ઈચ્છતા હતા. વિક્રાંતે એક ફિલ્મ સાઈન કરી છે, જેને તે પૂરી કરશે. આ પછી તે બ્રેક લેશે અને પછી કોઈ સ્ક્રિપ્ટ પર વિચાર કરશે.'
આ પણ વાંચો: ફક્ત 37 વર્ષના વિક્રાંત મેસીની બોલીવૂડ છોડવાની જાહેરાત
પરિવાર સાથે સમય વિતાવવા ઈચ્છે છે વિક્રાંત
તમને જણાવી દઈએ કે, વિક્રાંતે તાજેતરમાં જ તેમના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર લોંગ નોટની પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તે પોતાના એક્ટિંગ કરિયરમાંથી આરામ લેવા ઈચ્છે છે. તે પરિવાર સાથે સમય વિતાવવા ઈચ્છે છે. થોડા સમય પહેલા જ વિક્રાંત પિતા બન્યાં છે.
વિક્રાંતે પોસ્ટમાં લખ્યું હતું કે, 'છેલ્લા કેટલાક વર્ષો અને તેના પછીનો સમય ખૂબ અદભૂત રહ્યો. હું તમારા બધાના સપોર્ટ માટે આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને અહેસાસ થાય છે કે, આ સમય ફરીથી ખુદની સંભાળ લેવાનો અને ઘરે પાછા જવાનો છે. પતિ, પિતા અને પુત્ર તરીકે અને એક્ટર તરીકે પણ. તેથી 2025 માં આપણે એકબીજાને છેલ્લી વાર મળીશું. સમય યોગ્ય લાગે ત્યાં સુધી. છેલ્લી બે ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. હંમેશા આભારી રહેશે.'
વિક્રાંત મેસીની તાજેતરમાં જ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ રિલીઝ થઈ હતી. જે 2002માં ગુજરાતમાં થયેલા ગોધરા કાંડ પર આધારિત છે. ફિલ્મને સરકારનો પણ સપોર્ટ મળ્યો. જેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સંસદના મંત્રીઓ સાથે બેસીને ફિલ્મને નીહાળી હતી.