Get The App

1947માં ભારતને તથાકથિત સ્વતંત્રતા મળી: વિક્રાંત મેસીનો બફાટ, સોશિયલ મીડિયામાં થયું ભારે ટ્રોલિંગ

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
Vikrant Massey


Vikrant Massey in Independence: વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના કલાકારો આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેતા વિક્રાંત મેસી અલગ-અલગ પ્લેટફોર્મ પર ઈન્ટરવ્યૂ આપી રહ્યો છે. જેમાંથી તેના એક ઈન્ટરવ્યૂનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં તે 1947માં ભારતની આઝાદીને 'સો કોલ્ડ ઈન્ડિપેન્ડન્સ' એટલે કે તથાકથિત સ્વતંત્રતા કહેતો જોવા મળી રહ્યો છે. હવે આ ક્લિપ પર અભિનેતાને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકો કહે છે કે વિક્રાંત ફિલ્મ માટે કંઈ પણ બોલી રહ્યો છે.

વિક્રાંત વીડિયો ક્લિપ થઈ એહી છે વાયરલ 

વાયરલ વીડિયોમાં વિક્રાંત કહી રહ્યો છે કે, સૌથી પહેલા આપણે એ સમજવાની જરૂર છે કે આપણે ખૂબ જ યુવા દેશ છીએ, જેને 76-77 વર્ષ થયા હશે. પહેલા મુઘલો આવ્યા, પછી ડચ આવ્યા, પછી ફ્રેન્ચ આવ્યા, પછી અંગ્રેજો આવ્યા, સેંકડો, સેંકડો, સેંકડો વર્ષોના જુલમ પછી આપણને સો કોલ્ડ આઝાદી મળી. પરંતુ શું તે ખરેખર સ્વતંત્રતા હતી? તે લોકો જે કોલોનિયલ હેંગઓવર છોડીને ગયા, આપણે એ જ ચાલુ રાખ્યું. આથી મારું માનવું છે કે હિંદુઓને આજે એક એવું સ્થાન મળ્યું છે. જ્યાં તેઓ પોતાના જ દેશમાં પોતાની ઓળખની માંગ કરી રહ્યા છે.'

સોશિયલ મીડિયા યુઝર્સ આ બાબતે શું મને છે?

આ નિવેદન પર વિક્રાંતને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. X યુઝરે લખ્યું કે વિક્રાંત મેસી બહુ બોલે છે. જો ફિલ્મ ફ્લોપ જશે તો સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થશે. એક અન્ય યુઝરે લખ્યું કે કેમ ભાઈ, અત્યાર સુધી બધું બરાબર હતું, હવે શું થયું? ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે વિક્રાંતના આ નિવેદનને બકવાસ ગણાવ્યું છે.

વિક્રાંતની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટમાં રિદ્ધિ ડોગરા પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રંજન ચંદેલ દ્વારા કરવામાં આવ્યું છે અને એકતા કપૂર ફિલ્મની પ્રોડ્યુસર છે.

1947માં ભારતને તથાકથિત સ્વતંત્રતા મળી: વિક્રાંત મેસીનો બફાટ, સોશિયલ મીડિયામાં થયું ભારે ટ્રોલિંગ 2 - image



Google NewsGoogle News