વિક્રમાદિત્ય અને નિખિલ દ્વિવેદીની ફિલ્મ ભારતીય નેવીના સમુદ્ર યુદ્ધ પર
- સ્ટાર કાસ્ટની વિગતો ગુપ્ત રખાઈ : શૂટિંગ એપ્રિલ મહિનામાં શરૂ થવાની શક્યતા
મુંબઇ : વિક્રમાદિત્ય મોટવાનેએ ૭૫મા રિપ્બલિકના દિવસે પોતાની આગામી ફિલ્મ ધ ટ્રાઇડન્ટ નામની ભારતીય નૌસેનાના સમુદ્ર યુદ્ધ પર આધારિત એક ફિલ્મની ઘોષણા કરી છે. આ ફિલ્મનું નિર્માણ નિખિલ દ્વિવેદી કરવાનો છે. જોકે વિક્રમાદિત્યે આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશેની માહિતી ગુપ્ત રાખી છે. યાદવ અને નંદાની ભૂમિકા નિભાવવા માટે બે સુપરસ્ટાર્સના સંપર્ક કરવામાં આવ્યા છે. તેમણે સૈદ્ધાંતિક સહમતિ પણ આપી દીધી છે. જોકે હાલ ફિલ્મ પ્રારંભિક સ્ટેજમાં છે અને એપ્રિલ મહિનામાં શૂટિંગ શરૂ કરવાની યોજના છે. આ પ્રોજેક્ટ હાલ ટ્રાઇડન્ટ નામથી ઓળખવામાં આવે છે. આ ફિલ્મ ભારતીય સનૌનેના સૌથી સફળ સમુદ્રી યુદ્ધ પર આધારિત છે. જેમાં નૌસેનાના જાબાંઝોની એક ટુકડીએ કરાંચી બંદરગાહપર બોમ્બમારો કરીને ૧૯૭૧માં બાગ્લાદેશ મુક્તિ સંગ્રામની દિશા બદલી નાખી હતી.