2 દિવસમાં જ 100 કરોડને પાર 'Leo', વિજય થલાપતિની ફિલ્મે કર્યું શાનદાર કલેક્શન

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
2 દિવસમાં જ 100 કરોડને પાર 'Leo', વિજય થલાપતિની ફિલ્મે કર્યું શાનદાર કલેક્શન 1 - image


                                                        Image Source: Facebook

મુંબઈ, તા. 21 ઓક્ટોબર 2023 શનિવાર

વિજય થલાપતિની ફિલ્મ લિયોનું શુક્રવારે બીજો દિવસ રહ્યો. ફિલ્મે 2 દિવસમાં જ શાનદાર 100 કરોડનું કલેક્શન કરી લીધુ છે. ફિલ્મે ઓપનિંગ પર ઘણી ફિલ્મોનો રેકોર્ડ બ્રેક કરી પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. વર્લ્ડવાઈડ ફિલ્મે 148.50 કરોડ રૂપિયા કમાયા. લિયોએ શાહરૂખ ખાનની પઠાન અને રજનીકાંતની જેલરને પણ પાછળ છોડી ઈતિહાસ રચ્યો છે. ફિલ્મે પહેલા દિવસે 63 કરોડનું શાનદાર કલેક્શન કર્યુ હતુ અને બીજા દિવસે એટલે કે 20 ઓક્ટોબરે શુક્રવારે પણ ખૂબ કમાણી કરી છે. જાહેર થયેલા આંકડા અનુસાર લિયોએ 2 દિવસમાં જ 100 કરોડ કમાઈ લીધા છે.

લિયો બીજા દિવસે જ બની 100 કરોડી

શુક્રવારે બોક્સ ઓફિસના આંકડા અનુસાર વિજય થલાપતિ અને સંજય દત્તની ફિલ્મ લિયોએ 20 ઓક્ટોબર રિલીઝના બીજા દિવસે 35 કરોડનું જોરદાર કલેક્શન કરી દીધુ હવે ફિલ્મની કુલ કમાણી 103 કરોડ થઈ ચૂકી છે અને વીકેન્ડ પર આ પાછી ઈતિહાસ રચવા માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યુ છે કે લિયો આ શનિવાર-રવિવારે 200 કરોડ કમાઈ લેશે. 

વિજય થલાપતિ અને ડાયરેક્ટર લોકેશ કનાગરાજની આ ફિલ્મ 250-300 કરોડના બજેટમાં બનેલી છે. આશા વર્તાઈ રહી છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લેશે. 


Google NewsGoogle News