ચાહકોને ઝટકો: વિજય થલાપતિ અને સંજય દત્તની ફિલ્મ 'Leo' હિન્દીમાં રીલિઝ થશે નહીં, જાણો કારણ
Image Source: Twitter
- ક્રાઈમ થ્રિલર ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું
નવી દિલ્હી, તા. 07 ઓક્ટોબર 2023, શનિવાર
થલાપતિ વિજય અને સંજય દત્તની મોસ્ટ અવેડેટ તમિલ ફિલ્મ 'લિયો' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. ફિલ્મના ધમાકેદાર ટ્રેલરના કારણે ચાહકો વચ્ચે જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. હવે મેકર્સનું કહેવું છે કે, ફિલ્મ હિન્દીમાં રિલીઝ નહીં થશે.
નેશનલ મલ્ટીપ્લેક્સમાં હિંદીમાં નહીં જોઈ શકશો આ ફિલ્મ
તાજેતરમાં જ 'લિયો'ના પ્રોડ્યૂસર લલિત કુમારે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે લાઈવ સેશન કર્યું હતું. આ દરમિયાન લલિતે એક એવી ન્યૂઝ શેર કરી જેનાથી ચાહકો નિરાશ થઈ ગયા. લલિતનું કહેવું છે કે, નેશનલ મલ્ટીપ્લેક્સમાં 'લિયો' હિન્દીમાં રીલિઝ નહીં થશે. એને અર્થ એ કે, મહિનાથી ફિલ્મની રાહ જોઈ રહેલા ચાહકો પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસમાં લિયો ફિલ્મ હિન્દીમાં નહીં જોઈ શકશો.
શા માટે હિન્દીમાં નથી રીલીઝ થઈ રહી લિયો?
લાઈવ સેશન દરમિયાન પ્રોડ્યૂસર લલિત કુમારે ખુલાસો કર્યો કે, અંતે તેઓ નેશનલ મલ્ટીપ્લેક્સમાં લિયો ફિલ્મ હિન્દીમાં કેમ નથી રીલીઝ કરી રહ્યા. લલિતનું કહેવું છે કે, પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસમાં એટલા માટે ફિલ્મ હિન્દીમાં રીલીઝ નથી થઈ રહી કારણ કે, તેમની માંગ છે કે, ફિલ્મને 8 અઠવાડિયા સુધી થિયેટરમાં બતાવવામાં આવે અને પછી OTT પર રીલીઝ કરવામાં આવે.
લલિત કુમારે કહ્યું કે 'લિયો' ચાર અઠવાડિયા બાદ જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે કારણ કે Netflix એ પહેલાથી જ મોટી રકમમાં તેના રાઈટ્સ ખરીદી લીધા છે. 'લિયો' માટે Netflix સાથે રૂ. 120 કરોડમાં ડીલ ફાઈનલ કરવામાં આવી છે. નેશનલ મલ્ટિપ્લેક્સમાં ભલે તમે ફિલ્મ ન જોઈ શકશો પરંતુ નોર્થમાં આ ફિલ્મ હિન્દીમાં 200 સિંગલ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે.
થલાપતિ વિજય અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ લિયો 19 ઓક્ટોબર 2023ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ક્રાઈમ થ્રિલર ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.