'અમે સાથે મોટા થયા છીએ...', વિજય દેવરકોંડા સાથેના સંબંધો અંગે રશ્મિકા મંદાનાએ કરી વાત
નવી મુંબઇ,તા. 1 ફેબ્રુઆરી 2024, ગુરુવાર
અભિનેત્રી રશ્મિકા મંદન્ના હાલમાં ભારતની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મ 'એનિમલ'થી ફરી ચર્ચામાં આવેલી રશ્મિકાએ હાલમાં જ પીરિયડ એક્શન ફિલ્મ 'છાવા'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે જ સમયે, રશ્મિકા તેના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં છે. રશ્મિકા મંદન્ના અને વિજય દેવરાકોંડા ઘણા સમયથી અફવાઓથી ઘેરાયેલા છે. બંને 2019ની ફિલ્મ 'ડિયર કોમરેડ'માં સાથે જોવા મળ્યા હતા અને ચાહકો હંમેશા બંને વચ્ચેની કેમેસ્ટ્રીને લઇને ચર્ચા કરતાં રહે છે. હવે રશ્મિકાએ આ વિષય પર પોતાનું મૌન તોડ્યું છે.
રશ્મિકાએ વિજય સાથેના તેના રિલેશનને લઇને કહી આ વાત
એક ઈન્ટરવ્યુમાં રશ્મિકાએ વિજય સાથેના તેના સંબંધો વિશે જણાવ્યું હતું કે, “હું અને વિજુ એકસાથે મોટા થયા છીએ. તેથી, હવે હું મારા જીવનમાં જે કંઈ પણ કરું છું, તેમાં તેનું યોગદાન હોય છે. ''
રશ્મિકાએ વધુમાં જણાવ્યું કે, તે વિજયની દરેક એડવાઇસને ચોક્કસપણે સ્વીકારે છે. વિજય હા મા હા કરનારો માણસ નથી. તેઓ દરેક મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચાર કરે છે.
વિજય મારો સપોર્ટર છે...
રશ્મિકાએ આગળ કહ્યું, “વિજય મારા દરેક વિષયને ખૂબ જ ગંભીરતાથી લે છે. તે કહે છે કે, આ સારું છે...આ સારું નથી...મને લાગે છે કે આ તારે કરવુ જોઇએ અથવા આ તમારે ના કરવું જોઈએ. તેણે મારા સમગ્ર જીવનમાં અન્ય કોઈપણ વ્યક્તિ કરતાં વ્યક્તિગત રીતે મને વધુ સપોર્ટ આપ્યો છે. તેથી, મને લાગે છે કે તે એવી વ્યક્તિ છે જેનો હું ખરેખર ખૂબ આદર કરું છું. હું પણ હંમેશા તેના માટે ખૂબ જ સકારાત્મક વિચારો રાખું છું.”
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદાન્નાની ઘણી ફિલ્મો રિલીઝ થવાની કતારમાં છે. તેલુગુમાં 'પુષ્પા 2', 'રેનબો', 'ધ ગર્લફ્રેન્ડ' અને 'ધનુષ'નો સમાવેશ થાય છે, જે નાગાર્જુન અને જિમ સર્ભ સાથેની અનટાઈટલ્ડ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. પાઈપલાઈનમાં વિકી કૌશલ સાથે રશ્મિકાની 'છાવા' પણ છે.