Get The App

નયનતારા સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે વિગ્નેશે શેર કરી પોસ્ટ

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
નયનતારા સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે વિગ્નેશે શેર કરી પોસ્ટ 1 - image


નવી મુંબઇ,તા. 5 માર્ચ 2024, મંગળવાર 

સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. દાવો કરવામાં આવી રહ્યો હતો ,કે અભિનેત્રીનું લગ્ન જીવન સારું નથી ચાલી રહ્યું. એવા અહેવાલો હતા કે નયનતારાએ તેના પતિ નિર્માતા વિગ્નેશ શિવનને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આ બંનેને સાઉથના ફેવરિટ કપલ તરીકે જોવામાં આવે છે.

પતિએ પોસ્ટ શેર કરી 

નયનતારા સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે વિગ્નેશે શેર કરી પોસ્ટ 2 - image

કપલના છૂટાછેડાના સમાચાર વચ્ચે, વિગ્નેશે તેની પત્નીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને બધાને અવાચક કરી દીધા છે. તેમણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર નયનતારાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીર શેર કરી છે. હવે એવી માહિતી મળૂ રહી છે કે, નયનતારાએ પતિને ફરીથી ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યો છે.

થોડા દિવસો પહેલા, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતંં કે "તે હંમેશા પોતાની આંખોમાં આંસુ સાથે કહેતી રહેશે કે મને આ મળી ગયું'". અભિનેત્રીની આ પોસ્ટે ચાહકોને વિચારવા મજબૂર કરી દીધા છે. 

આ ફિલ્મથી લવસ્ટોરીની શરૂઆત થઈ 

બંનેની પહેલી મુલાકાત 2015માં 'નાનુમ રાઉડી'ના સેટ પર થઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી 2021 માં સગાઈ કરી હતી.  વર્ષ 2022માં આ કપલે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંને ઘણીવાર એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતા જોવા મળે છે. 


Google NewsGoogle News