વિદ્યા બાલન સ્ટેજ પર પરફોર્મ કરતાં ધડામથી પડી ગઇ
- જોકે અભિનેત્રીએ પરિસ્થિતિ સંભાળી લીધી
મુંબઇ : કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતની ફિલ્મ ભૂલ ભૂલૈયા-૩નું ગીત આમી જે તોમરનું નવું વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતે આ ગીત પર લાઇવ પરફોર્મ પણ કર્યું હતું. આ હોરર-કોમેડી ફિલ્મના ગીત પર પરફોર્મ કરતી વખતે વિદ્યા બાલનનો પગ સાડીમાં ફસાઇ જતાં તે સ્ટેજ પર પડી ગઇ હતી. જોકે અભિનેત્રીએ આ પરિસ્થિતિને સંભાળી લીધી હતી અને જોનારાઓ પણ એક ડાન્સનો જ હિસ્સો સમજ્યા હતા.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, વિદ્યા ડાન્સ કરતાં કરતાં સ્ટેજ પર બેસી પડે છે, પરંતુ તે ડાન્સ કરતાં કરતાં જ ઊભી થઇને માધુરી દીક્ષિત સાથે જોડાઇ જાય છે. જોકેવિદ્યાએ પછીથી પોતે સ્ટેજ પર પડી ગઇ હોવાનું જણાવ્યું હતું.
મુંબઇના રોયલ ઓપેરા હાઉસમાં આ ગીતના લોન્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.