VIDEO : વાયરલ DeepFake વીડિયો બાદ રશ્મિકા પબ્લિક સામે આવતા જ ડરી ગઈ, પાપારાઝીને કર્યા ઈગ્નોર

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News

VIDEO : વાયરલ DeepFake વીડિયો બાદ રશ્મિકા પબ્લિક સામે આવતા જ ડરી ગઈ, પાપારાઝીને કર્યા ઈગ્નોર 1 - image

નવી દિલ્હી,તા. 8 નવેમ્બર 2023, બુધવાર

સાઉથની એકટ્રેસ અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો હાલમાં જ તેના ડીપફેક વિડીયોને કારણે ચર્ચામાં છે. આ વીડિયોને લઇને એકટ્રેસ ડરી ગઇ છે. અભિનેત્રીએ આ વીડિયોને લઇને કહ્યું કે, તે ખૂબ જ ડરી ગઈ છે. તેના ચાહકોની સાથે અમિતાભ બચ્ચન પણ અભિનેત્રીના સમર્થનમાં આવીને ટ્વીટ કરવુ પડ્યુ હતુ અને કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી.

ડીપફેક વિડીયો વાયરલ થયા બાદ રશ્મિકા મંદાન્ના પ્રથમ વખત જાહેરમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. આ લુકમાં પણ અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે અભિનેત્રી તેના કો-સ્ટાર રણવીર કપૂર સાથે ટી-સિરીઝની ઓફિસમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. વીડિયોમાં એકટ્રેસ ડરેલી દેખાઇ રહી છે.

ચાહકો સમર્થનમાં આવ્યા

ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ પ્રથમ વાર એકટ્રેસ જાહેરમાં જોવા મળી જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો રશ્મિકા મંદાન્નાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું, 'તમને ઘણો પ્રેમ અને સમર્થન.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, એકટ્રેસની રણબીર કપુર સાથેની એનિમલ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. એનિમલના ટીઝર જોઇને ફેન્સ પણ ખુશ થઇ ગયા છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના રણબીરની ગર્લફ્રેન્ડના રોલમાં છે. આ ફિલ્મ દ્વારા રણબીર અને રશ્મિકા પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળવાના છે. આવી સ્થિતિમાં ચાહકો આ બંને સ્ટાર્સને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો: પોતાના વીડિયો પર રશ્મિકાનો ચેહરો જોઈને ચોંકી ગઈ ઝારા પટેલ, DeepFake વીડિયો પર જાહેર કર્યું નિવેદન


Google NewsGoogle News