VIDEO: અયોધ્યા પહોંચી પ્રિયંકા ચોપરા, પતિ નિક સાથે પુત્રી માલતી મેરી સાથે કર્યા રામલલાના દર્શન
Image:Twitter
નવી દિલ્હી,તા. 20 માર્ચ 2024, બુધવાર
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા બુધવારે પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી સાથે રામલલાના મંદિરમાં દર્શનાર્થે પહોંચી. થોડા દિવસો પહેલા ભારત પરત ફરેલી પ્રિયંકા તેમની માતા અને પરિવાર સાથે અયોધ્યા પહોંચી હતી. અભિનેત્રીની રામજન્મભૂમિથી તેના પરિવાર સાથેની તસવીરો પણ સામે આવી છે.આ દરમિયાન તે ભાવુક થઈ ગઈ હતી. આ દરમિયાન પ્રિયંકા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી, જ્યારે નિક જોનસ સફેદ રંગના કુર્તામાં જોવા મળ્યો હતો.
રામની નગરીમાં પહોંચેલી પ્રિયંકા અને તેના પરિવારનું રામ નામના 'ગમછા' સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિનેત્રીને મંદિરના પૂજારી માથા પર તિલક લગાવીને સ્વાગત કર્યુ., તસ્વીરો જોઈને ફેન્સ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
પ્રિયંકા,નિક અને માલતીના અયોધ્યાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
એકટ્રેસે રામલલાના દર્શન કર્યા બાદ કહ્યું કે,'ભગવાનના દર્શન કરવા એ મારા જીવનનું સૌભાગ્ય છે'.
નિક જોનાસ પણ આ વર્ષે પ્રિયંકા અને માલતી સાથે હોળીની ઉજવણી કરવા ભારત આવ્યા છે. નિક ભારત આવતાની સાથે જ ચાહકોને લાગ્યું કે આ વર્ષે કપલ અહીં હોળી ઉજવશે. માલતીની ભારતમાં આ પહેલી હોળી હશે.
પ્રિયંકાની માતા મધુ પણ અયોધ્યામા તેમની સાથે જોવા મળ્યા હતા. સમગ્ર પરિવાર પરંપરાગત અવતારમાં જોવા મળ્યો. માતા મધુ પણ લાલ રંગની સાડીમાં જોવા મળ્યા હતા. આ સિવાય માલતી પણ ટ્રેડિશનલ અવતારમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
પ્રિયંકાના વાયરલ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે- 'ભક્તિમાં જ શક્તિ છે.' કેટલાક લોકો હાર્ટ ઇમોજીસ પોસ્ટ કરી રહ્યા છે. પ્રિયંકાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
પ્રિયંકા ગયા અઠવાડિયે જ ઈન્ડિયા ઈવેન્ટમાં હાજરી આપવા આવી હતી. તેની ઈવેન્ટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા હોલીવુડના ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે પરંતુ બોલિવૂડની વાત કરીએ તો તે છેલ્લે ‘ધ સ્કાય ઈઝ પિંક’માં જોવા મળી હતી.