VIDEO : 'આર્મી હી મેરી લાઈફ', SAM બહાદુરનું ટીઝર રિલીઝ, જોઈને રૂંવાટા ઉભા થઈ જશે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News

VIDEO : 'આર્મી હી મેરી લાઈફ', SAM બહાદુરનું ટીઝર રિલીઝ, જોઈને રૂંવાટા ઉભા થઈ જશે 1 - imageImage:Instagram Vicky Kaushal

નવી મુંબઇ,તા.13 ઓક્ટોબર 2023, શુક્રવાર 

બોલીવૂડ અભિનેતા વિકી કૌશલ સ્ટારર ફિલ્મ 'સૈમ બહાદુર' ઘણા સમયથી ચર્ચામાં હતી. ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોના ઉત્સાહને બમણો કરવા માટે મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. 

આ ફિલ્મના ટીઝરને જેને જોયા બાદ આ ફિલ્મ માટે ચાહકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ હતી. 'સામ બહાદુર'નું ટીઝર સામે આવ્યા બાદ હવે તેની ચર્ચા દરેક જગ્યાએ જોરશોરથી થઈ રહી છે. 

'સામ બહાદુર'નું લેટેસ્ટ ટીઝર રિલીઝ

ગઈકાલે, 'સામ બહાદુર'ના નિર્માતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 'સામ બહાદુર'નું ટીઝર 13 ઓક્ટોબર એટલે કે શુક્રવારે રિલીઝ કરવામાં આવશે. તેના આધારે આજે નિર્માતાઓએ વિકી કૌશલની આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. વિકી કૌશલ ભારતીય સેનાના ફિલ્ડ માર્શલના રોલમાં શાનદાર લાગી રહ્યો છે.  

ફિલ્મ 'ઉરી' પછી આર્મી યુનિફોર્મમાં વિકીનો લુક ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. આ ટીઝરમાં વિકી ઉપરાંત 'દંગલ' ફિલ્મની અભિનેત્રી સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સેન શેખ પણ જોવા મળી રહી છે. ટીઝરમાં ફાતિમા સના શેખની એક નાની ઝલક પણ જોવા મળી હતી, જે ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. 'સામ બહાદુર'ના આ ટીઝરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

સૈમ બહાદુરની શક્તિશાળી ડાયલોગ ડિલિવરીથી લઈને તેના શાનદાર અભિનય સુધી, ટીઝરમાં બધું જ વખાણવાલાયક છે. 'સામ બહાદુર'ના ટીઝરની ખાસ વાત એ છે કે તેમાં દેશભક્તિથી ભરપૂર ડાયલોગ્સ છે. 

'સામ બહાદુર' ક્યારે રિલીઝ થશે?

ટીઝર રિલીઝ થયા બાદ હવે દરેક લોકો વિકી કૌશલની 'સામ બહાદુર'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ડિરેક્ટર મેઘના ગુલઝારની આ ફિલ્મ 1 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સ્ટોરી

ફિલ્મમાં સૈમ બહાદુરની સ્ટોરી 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની છે. આ યુદ્ધ દરમિયાન ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ સૈમ માણેકશાનું બહુ મોટું યોગદાન હતું. 



Google NewsGoogle News