અંકિતા લોખંડેએ પતિ સાથેના પ્રાઇવેટ વીડિયો કર્યા શેર,યુઝર્સ ભડક્યાં
નવી દિલ્હી,તા. 8 ફેબ્રુઆરી 2024,ગુરુવાર
બિગ બોસ 17 માં ચર્ચામાં રહી ચૂકેલા અંકિતા લોખંડે અને પતિ વિકી જૈન બિગ બોસનું ઘર છોડ્યા પછી પણ ચર્ચામાં છે. આ શો માં આ કપલના ઝઘડાના વીડિયો અને પતિનું તેમજ સાસુનું અંકિતા લોખંડે સાથેનું વર્તન લોકોને નવાઇ પમાડે તેવુ હતુ. જોકે આ શોમાં બંને વચ્ચે ઘણી લડાઈ થઈ હતી. પરંતુ દર્શકોએ પવિત્ર રિશ્તા એક્ટ્રેસ કરતાં તેના પતિને વધુ પસંદ કર્યો. જો કે આ કપલ ઘરની બહાર આવ્યા બાદ એકસાથે પાર્ટીઓ કરતું જોવા મળી રહ્યું હતુ.
આ કપલને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. બિગ બોસ 17ના અંત પછી, ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે પતિ વિકી જૈન સાથે વેકેશન માણી રહી છે. આ દિવસોમાં આ કપલ ઉદયપુરમાં તેમનું રોમેન્ટિક વેકેશન મનાવી રહ્યું છે. અંકિતા લોખંડે અને વિકી જૈન સતત તેમના વેકેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે, જે વાયરલ પણ થઈ રહ્યાં છે. આ દરમિયાન, અંકિતા લોખંડે અને વિકી જૈનનો તેમના વેકેશનના બંને બાથરૂમમાં જોવા મળે છે. અભિનેત્રીએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
ઈન્સ્ટા બોલિવૂડ નામના ઈન્સ્ટાગ્રામ પેઝ પર અંકિતા લોખંડે અને વિકી જૈનનો બાથરૂમ વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં કપલ તેમની હોટલના બાથરૂમમાં જોવા મળે છે. અંકિતા લોખંડે અને વિકી જૈને બાથરોબ પહેર્યા છે. વિકી જૈન તેની પત્ની સાથે રોમેન્ટિક પોઝ આપતો વીડિયો બનાવી રહ્યો છે. કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતૂ ઘણા યુઝર્સને આ વીડિયો પસંદ આવ્યો ન હતો તેથી યુઝર્સ વીડિયો પર કમેન્ટ કરી રહ્યાં છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, 'બિગ બોસની ઈમેજ સુધારવામાં લાગેલા છે. બીજાએ લખ્યું, 'બિગ બોસમાં ડ્રામા કર્યા પછી આ બધું.' અન્ય લોકોએ લખ્યું, 'બિગ બોસમાં આટલા પ્રેમથી રહેવું જોઈતું હતું.'