વિક્કી સારાની ફિલ્મનો એક વર્ષે ઓટીટી રીલિઝનો મેળ પડયો
- જરા હટકે જરા બચકે આ મહિને ઓટીટી પર
- 40 કરોડમાં બનેલી ફિલ્મ 117 કરોડ કમાઈ હતી છતાં પણ વિલંબથી આશ્ચર્ય
મુંબઇ : વિક્કી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મને લગભગ એક વરસ પછી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ મળ્યું છે. સામાન્ય રીતે ફિલ્મ રિલીઝ થયાના થોડા જ સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થતી હોય છે. પરંતુ વિક્કી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ની ડિજિટલ રીલિઝમાં આટલો વિલંબ કેમ થયો તે અંગે આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે.
બોક્સ ઓફિસ પર આ ફિલ્મે સારું કલેકશન કર્યુ ંહતું. ૪૦ કરોડ રૃપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સઓફિસ પર લગભગ ૧૧૫ કરોડની કમાણી કરી હતી. મોટાભાગે હિટ ફિલ્મ તરત જ કોઈને કોઈ ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ખરીદી લેવાતી હોય છે. આ ફિલ્મ હવે એક ઓટીટી પ્લેટફોર્મ પર આ મહિને રીલિઝ થશે. આ ફિલ્મ એક નાના શહેરના વિવાહિત યુગલ પર આધારિત છે. જેઓ પોતાનું ઘર લેવા માટે કેટલીકઠોર પરીક્ષાથી પસાર થાય છે તે દર્શાવામાં આવ્યું છે.