વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવશે
કોઈ લૂક ટેસ્ટ વિના જ વિકીની પસંદગી
વિકીને ચાર મહિના સુધી તલવારબાજી અને ઘોડેસવારીની તાલીમ અપાશે
મુંબઇ: અભિનેતા વિકી કૌશલની છત્રપતિ સંભાજી મહારાજની જીવનગાથા પરથી બની રહેલી ફિલ્મમાં મૂખ્ય ભૂમિકા માટે પસંદગી કરવામાં આવી છે. તેનો ચહેરો તથા સમગ્ર વ્યક્તિત્વ સંભાજી મહારાજની ભૂમિકા માટે અનુરુપ હોવાથી કોઈ લૂક ટેસ્ટ વિના જ તેની પસંદગી કરાઈ છે.
આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતકટરનું હશે.
ફિલ્સર્જકે ફિલ્મ નિર્માણનું કામ શરૂ કરીદીધું છે, અને આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના મધ્યમાં શરૂ કરવાની યોજના છે.
દિગ્દર્શક લક્ષ્મણ ઉટકર છેલ્લા છ મહિનાથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. હવે ટેકનિકલ અને ક્રિએટિવ ટીમ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન કામ કરી રહી છે.
વિકીને આ ભૂમિકા માટે ચાર મહિના સુધી ઘોડેસવારી તથા તલવારબાજીની તાલીમ આપવામાં આવશે. આ ફિલ્મ મરાઠા મહારાજા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજ પર આધારિત હશે.
જેઓ મરાઠા એમ્પાયરના બીજા છત્રપતિ હતા. તેઓ પોતાના ત્યાગ અને યુદ્ધની વિવિધ ટ્રીક્સ માટે જાણીતા હતા. લક્ષ્મણ ઉત્તેકરે કહ્યું હતું કે સંભાજી મહારાજ કેવા મોટા યોદ્ધા હતા અને તેમણે મરાઠા સામ્રાજ્યની ચઢતીમાં કેવું પ્રદાન આપ્યું હતું તેની વિગતો મોટાભાગે અજાણી છે. વિક્કી કૌશલનું ધ ઇમમોર્ટલ અશ્વત્થામામાંથી પત્તુ કપાઇ ગયું છે. તેની આગામી ફિલ્મોમાં ગોવિંદા નામ મેરા અને મેગના ગુલઝારની એક બિન શિર્ષક ફિલ્મ છે.