વિકી કૌશલે શેર કર્યું 'All India Rank' નું ટ્રેલર, ફિલ્મ 'મસાન'નો સુપરહિટ ડાયલોગ પણ કર્યો યાદ

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
વિકી કૌશલે શેર કર્યું 'All India Rank' નું ટ્રેલર, ફિલ્મ 'મસાન'નો સુપરહિટ ડાયલોગ પણ કર્યો યાદ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 05 ફેબ્રુઆરી 2024 સોમવાર

બોલીવુડ સ્ટાર વિકી કૌશલની ફિલ્મ મસાનનો એક ડાયલોગ તો તમને યાદ જ હશે, જે ખૂબ ફેમસ થયો હતો. ફિલ્મ મસાનમાં વિકી કૌશલે કહ્યુ હતુ, 'યે દુખ કાહે ખતમ નહીં હોતા બે...' આને વિકી કૌશલ બોલ્યો હતો પણ વરુણ ગ્રોવરે લખ્યો હતો. હવે વરુણ ગ્રોવરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઓલ ઈન્ડિયા રેન્કનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. વિકીએ આ ટ્રેલર શેર કરતા પોતાના ખાસ મિત્ર વરુણ ગ્રોવરના વખાણમાં અમુક વાતો પણ લખી છે અને મસાનનો તે ફેમસ ડાયલોગ પણ લખ્યો છે. ફિલ્મમાં ઓલ ઈન્ડિયા રેન્કનું ટ્રેલર ખૂબ જોરદાર છે.

વિકી કૌશલે પોતાના કરિયરની શરૂઆત મસાનથી જ કરી હતી અને તે ફિલ્મનું સ્ક્રીનપ્લે વરુણ ગ્રોવરે કર્યું હતુ. વિકી અને વરુણની મિત્રતા તે સમયની છે અને ફિલ્મ ઓલ ઈન્ડિયા રેન્કનું ટ્રેલર શેર કરીને વિકીએ મિત્રતા નિભાવી છે. 

વિકી કૌશલે શેર કર્યું ઓલ ઈન્ડિયા રેન્કનું ટ્રેલર

વિકી કૌશલે ફિલ્મ ઓલ ઈન્ડિયા રેન્કનું ટ્રેલર રિલીઝ કર્યું છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યુ, અમે બંને એન્જિનિયરના સિનેમાની દુનિયામાં સફર લગભગ સાથે જ શરૂ થયુ. મસાનની સાથે... સાલા યે દુખ કાહે ખતમ નહીં હોતા બે... આ લાઈન ઘણા વર્ષો પહેલા વરુણ ગ્રોવરે જ લખી હતી અને તેમાં તેમની ફિલ્મોગ્રાફી સરસ હતી. હું ખૂબ ખુશ છુ અને ઓલ ઈન્ડિયા રેન્કનું ટ્રેલર શેર કરીને ગર્વ અનુભવી રહ્યો છુ. વરુણનું ડાયરેક્ટિંગમાં આ ડેબ્યૂ છે જેની હું શુભકામનાઓ આપુ છુ. ચમકતા રહો મારા ભાઈ અને સમગ્ર ટીમને તેની શુભકામનાઓ.

ફિલ્મ ઓલ ઈન્ડિયા રેન્કમાં મિડલ ક્લાસ ફેમિલીની કહાનીને દર્શાવાઈ છે. એક મિડલ ક્લાસ દંપત્તીનો એક જ પુત્ર હોય છે જે 17 વર્ષનો હોય છે અને તેને આઈઆઈટી ક્રેક કરવા માટે મોટા શહેર મોકલવામાં આવે છે. તે 17 વર્ષના બાળક પર માતા-પિતાની આશાઓનો પહાડ છે પરંતુ તેની પોતાની પણ અમુક ઈચ્છાઓ છે. આ સફરમાં તેને પ્રેમ પણ થઈ જાય છે.  

વરુણ ગ્રોવરે ફિલ્મ ઓલ ઈન્ડિયા રેન્કની કહાની લખી છે અને તેનુ ડાયરેક્શન પણ કર્યું છે. રાઈટર તે પહેલેથી જ છે પરંતુ ડાયરેક્શનની દુનિયામાં આ તેમનું પહેલુ પગલુ છે. ફિલ્મમાં બોધિસત્વ શર્માએ લીડ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં શીબા ચડ્ઢા, ગીતા અગ્રવાલ શર્મા, શશિ ભૂષણ અને શમતા સુદિક્ક્ષા જેવા સ્ટાર નજર આવશે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરી 2024એ રિલીઝ થશે. ઓછા બજેટની ફિલ્મોમાં જ્યારે સામાન્ય જીવન સાથે જોડાયેલી કહાનીઓને પીરસવામાં આવે છે તો તે ફિલ્મો હંમેશા બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરે છે. બાકી ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે કે આ હિટ થશે કે સુપરહિટ.


Google NewsGoogle News