પત્ની કેટરિના કૈફની પ્રેગ્નન્સીને લઇને વિકી કૌશલે આ અંદાજમાં આપ્યો જવાબ
Image:Instagram
Katrina Kaif Pregnancy Rumors: બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફની પ્રેગ્નન્સીની અફવાઓ સોશિયલ મીડિયા પર ઘણા સમયથી પ્રચલિત છે. થોડા દિવસો પહેલા કેટરીના કૈફનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેને જોયા બાદ લોકોએ એક્ટ્રેસનો બેબી બમ્પ જોવાનો દાવો કર્યો હતો. જો કે તે બધી અફવાઓ ખોટી સાબિત થઈ. હવે વિકી કૌશલે પત્ની કેટરિના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
ફિલ્મ બેડ ન્યૂઝના ટ્રેલર લોન્ચ વખતે વિકી કૌશલને કેટરિના કૈફની પ્રેગ્નન્સી સાથે સંબંધિત એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના પર અભિનેતાએ ખૂબ જ રમુજી અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ફિલ્મ 'બેડ ન્યૂઝ'ના ટ્રેલર લોન્ચ વખતે જ્યારે વિકી કૌશલને પૂછવામાં આવ્યુ કે, રિયલવાળા ગુડ ન્યૂઝ ક્યારે આવશે? વિકી કૌશલ આના પર પહેલા સ્મિત કરીને જવાબ આપ્યો કે, “જ્યારે આવશે ત્યારે સૌથી પહેલા હું તમને કહીશ. અત્યાર માટે તમે આ બેડ ન્યુઝને ઇન્જોય કરી લો, અને જ્યારે પણ એ ગુડ ન્યુઝનો ટાઇમ આવશે ત્યારે અમે કહેતા શરમાઇશુ નહીં.”
'બેડ ન્યૂઝ'ના ટ્રેલર લોન્ચમાં ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકોએ હાજરી આપી હતી. પરંતુ ઈવેન્ટ દરમિયાન મીડિયાએ વિકી કૌશલને કાઉન્ટર કર્યો કારણ કે ફિલ્મનો વિષય જ કંઈક એવો છે કે તેના પર સવાલો ઉભા થાય. વિકીએ પણ રમૂજી રીતે જવાબ આપ્યો જેનાથી બધા હસી પડ્યા.
'બેડ ન્યૂઝ' ક્યારે રિલીઝ થશે?
ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ 'બેડ ન્યૂઝ'નું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. જે પહેલાં બોલિવૂડ એક્ટર રહી ચૂક્યા છે અને હવે ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. ફિલ્મ બેડ ન્યૂઝ 19 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને દરેકને તેનું ટ્રેલર પસંદ આવી રહ્યું છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો વિકી કૌશલ ઉપરાંત તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.