Get The App

છાવા ફિલ્મના સેટ પર વિક્કી કૌશલને ઈજા, હાથે પ્લાસ્ટર

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
છાવા ફિલ્મના સેટ પર વિક્કી કૌશલને ઈજા, હાથે પ્લાસ્ટર 1 - image


- શૂટિંગ પડતું મુકીને પાછો આવ્યો

- થોડાં સપ્તાહ માટે આરામ કરવો પડશે, છાવાનાં શૂટિંગ શિડયૂલ પર અસરની સંભાવના

મુંબઈ : છત્રપતિ સંભાજી મહારાજનાં જીવન પરથી બની રહેલી ફિલ્મ 'છાવા'ના શૂટિંગ વખતે વિક્કી કૌશલને હાથમાં ઈજા થતાં તેને પ્લાસ્ટર આવ્યું છે. હવે તેણે થોડા સપ્તાહ માટે આરામ કરવો પડશે. 

વિક્કી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તેની સહકલાકાર રશ્મિકા મંદાના છે. રશ્મિકાના ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં વિક્કી એક એક્શન દૃશ્યનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને હાથમાં ઈજા થઈ હતી. 

એક વાયરલ વીડિયોમાં વિક્કી ડાબા હાથે પ્લાસ્ટર બાંધેલી હાલતમાં જોવા મળ્યો હતો. કહેવાય છે કે ઈજાને પગલે વિક્કીએ શૂટિંગ છોડ પાછા ફરવું પડયું હતું અને હવે થોડાં સપ્તાહ આરામ કરવો પડશે. તેના કારણે 'છાવા'ની શુૂટિંગ ડેટ્સમાં ફેરફાર થઈ શકે છે. 'છાવા' પછી વિક્કી કૌશલ પાસે સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'લવ એન્ડ વોર'નો મોટો પ્રોજેક્ટ છે. 

આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેના સહ કલાકારો છે. 


Google NewsGoogle News