વિકી કૌશલ એક્શન સિક્વન્સ કરતી વખતે થયો ઈજાગ્રસ્ત, વીડિયો જોઈને ચાહકોમાં ચિંતા વધી

ફિલ્મ છાવામાં વિકી કૌશલ સાથે પ્રથમ વખત રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં દેખાશે

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
વિકી કૌશલ એક્શન સિક્વન્સ કરતી વખતે થયો ઈજાગ્રસ્ત, વીડિયો જોઈને ચાહકોમાં ચિંતા વધી 1 - image
Image:Instagram

Vicky Kaushal Injured : વિકી કૌશલ બોલિવૂડના એવા સ્ટાર્સમાંથી એક છે જે પોતાની એક્ટિંગના દમ પર ફિલ્મ હિટ કરાવી શકે છે. વર્ષ 2023માં વિકી કૌશલ સેમ બહાદુર તરીકે સ્ક્રીન પર આવ્યો હતો. તેણે ફિલ્ડ માર્શલ માણેકશોના પાત્રથી ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. વર્ષ 2023 પછી આ વર્ષે પણ વિકી પાસે ઘણા નવા પ્રોજેક્ટ છે, જેની તૈયારીમાં તે વ્યસ્ત છે. જો કે મળેલા અહેવાલો મુજબ વિકી કૌશલ તેની આગામી ફિલ્મની શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે પછી તેને શૂટિંગ અધવચ્ચે છોડીને જવું પડ્યું હતું.

'છાવા'ની એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન થઇ ઈજા

હાલમાં જ વિકી કૌશલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેનો ડાબો હાથ પ્લાસ્ટર થયેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે પોતાની કારમાંથી ઉતરીને ઘર તરફ જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર વિકી કૌશલને 'છાવા'ની એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન આ ઈજા થઈ હતી. હાથમાં ઈજા થયા પછી વિકી કૌશલને શૂટિંગથી થોડા સમય માટે બ્રેક લઇ આરામ કરવું પડશે.

વિકી કૌશલ સાથે પહેલીવાર રશ્મિકા મંદાના જોવા મળશે

વિકી કૌશલ પ્રથમ વખત સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં તેની સાથે કામ કરવા જઈ રહ્યો છે. જો કે તે પહેલા વિકી લક્ષ્મણ ઉતેરકરની ફિલ્મ ‘છાવા’ સાથે સ્ક્રીન પર આવશે. આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે મુખ્ય ભૂમિકામાં પહેલીવાર રશ્મિકા મંદાના જોવા મળશે.

વિકી કૌશલ એક્શન સિક્વન્સ કરતી વખતે થયો ઈજાગ્રસ્ત, વીડિયો જોઈને ચાહકોમાં ચિંતા વધી 2 - image


Google NewsGoogle News