'SAM બહાદુર'એ બોક્સ ઓફિસ પર કરી કમાલ, વર્લ્ડવાઈડ કરી લીધી આટલી કમાણી, વિક્કી કૌશલે આવી રીતે વ્યક્ત કરી ખુશી

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
'SAM બહાદુર'એ બોક્સ ઓફિસ પર કરી કમાલ, વર્લ્ડવાઈડ કરી લીધી આટલી કમાણી, વિક્કી કૌશલે આવી રીતે વ્યક્ત કરી ખુશી 1 - image


નવી મુંબઇ,તા. 18 ડિસેમ્બર 2023, સોમવાર 

દેશના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવન પર આધારિત ફિલ્મ શેમબહાદુર આજકાલ સિનેમાઘરમા ધુમ મચાવતી જોવા મળી રહી છે. વિકી કૌશલ ફિલ્મનો લીડ હિરો છે જે ફિલ્મમાં માર્શલ સેમ માણેકશાનો અભિનય કરી રહ્યો છે. મેઘના ગુલઝારે ડિરેક્ટ કરેલી ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો પરંતુ રણબીરની 'એનિમલ'ને કારણે તેની કમાણી પર અસર પડી હતી. આમ છતાં 'સામ બહાદુરે' પણ સારું કલેક્શન કર્યું. ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો 'સામ બહાદુર'એ 17 દિવસ બાદ 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

એક્ટરે શેર કરી પોસ્ટ

વિકી કૌશલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં જોઇ શકાય છે કે, એક્ટર પોતાની ફિલ્મને આટલો પ્રેમ મળવા બદલ ખુશ છે. 'સૈમ બહાદુર'ની વિશ્વવ્યાપી રૂ. 100 કરોડની ક્લબમાં સામેલ થઇ ગઇ છે. અભિનેતાએ તેની પોસ્ટને કેપ્શન આપ્યું છે કે, "'સેમ બહાદુર બોક્સ ઓફિસ પર ગર્વ અને વિજય સાથે આગળ વધી રહ્યો છે, અને અમે આભારી છીએ!'

કેટલું કલેક્શન કર્યું?

'સૈમ બહાદુર'ની ઘરેલુ બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી છે. ફિલ્મે ત્રીજા શનિવારે રૂ. 4.5 કરોડ અને ત્રીજા રવિવારે રૂ. 5.50 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે 17 દિવસમાં દેશભરમાં 'સૈમ બહાદુર'ની કુલ કમાણી 76.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. 

'સૈમ બહાદુર'ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, આ ફિલ્મમાં વિકી કૌશલે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.


Google NewsGoogle News