રણબીરની 'એનિમલ' સાથે 'SA બહાદુર'ની ટક્કર, વિકી કૌશલે કહ્યું કે- અમે ખુદને લિમિટ ન કરી શકીએ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
રણબીરની 'એનિમલ' સાથે 'SA બહાદુર'ની ટક્કર, વિકી કૌશલે કહ્યું કે- અમે ખુદને લિમિટ ન કરી શકીએ 1 - image


નવી મુંબઇ,તા. 14 ઓક્ટોબર 2023, શનિવાર 

વિકી કૌશલની આગામી ફિલ્મ 'સામ બહાદુર'નું ટીઝર સામે આવ્યા બાદ દર્શકોમાં ફિલ્મને લઇને ઉત્સાહ વધી ગયો છે. આ ફિલ્મ 1લી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ખાસ વાત એ છે કે વિકી કૌશલની ફિલ્મ રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એનિમલ' સાથે ક્લેશ થવાની છે. આવી સ્થિતિમાં બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર એકબીજાને ટક્કર આપતી જોવા મળી શકે છે.

વિકી કૌશલે કહ્યું કે, દર્શકો પાસે વિકલ્પ હોવો જોઈએ અને સ્ટાર્સ માત્ર દર્શકો માટે જ કામ કરે છે, એકબીજા માટે નહીં. 'સામ બહાદુર'ના ટીઝર લોન્ચ ઈવેન્ટમાં મીડિયા સાથે વાત કરતા વિકી કૌશલે કહ્યું - મને લાગે છે કે, તે શુક્રવારે અમે બંને અમારી ફિલ્મો દર્શકોને સોંપીશું. આ આપણા દિવસ કરતાં વધુ પ્રેક્ષકોનો દિવસ હશે.

'સામ બહાદુર' અભિનેતાએ વધુમાં કહ્યું કે, આજના યુગમાં આપણે એક ઉદ્યોગ તરીકે દર્શકોને એક જ દિવસમાં અનેક ફિલ્મોનો વિકલ્પ આપવો જોઈએ. આપણી પાસે એક વર્ષમાં ઘણા અઠવાડિયા હોય છે, પરંતુ એક ઉદ્યોગ તરીકે આપણે એક વર્ષમાં આટલી ફિલ્મો બનાવવા માટે પોતાને મર્યાદિત કરી શકીએ નહી. અમારે ઘણી ફિલ્મો બનાવવાની છે અને અમારી ઘણી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે.

વિકીએ કહ્યું- હું 'એનિમલ' માટે એટલો જ ઉત્સાહિત છું જેટલા અન્ય લોકો છે. દર્શકો માટે આ ખૂબ જ સારો દિવસ છે. અમે તેમના માટે કામ કરીએ છીએ, એકબીજા માટે નહીં.

આ છે 'એનિમલ' અને 'સામ બહાદુર'ની સ્ટારકાસ્ટ

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત 'એનિમલ'માં રણબીર કપૂર સાથે અનિલ કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદન્ના પણ જોવા મળશે. ફિલ્મ 'સામ બહાદુર'માં વિકી કૌશલ સાથે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.


Google NewsGoogle News