વિકી કૌશલની ફિલ્મ છાવા પર વિવાદ: ડાયરેક્ટરે રાજ ઠાકરે સાથે કરી મુલાકાત, આ સીન હટાવાયો
Image : Maddock Films |
Chhaava Film Controversy : વિકી કૌશલ, રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના સ્ટાર ફિલ્મ 'છાવા' રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી છે. જ્યારથી લુક પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી વિકીની ફિલ્મ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. જેમાં 'છાવા' ફિલ્મના કેટલાક દ્રશ્યો પર હોબાળો થતાં ફિલ્મને વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે.
આગામી 'છાવા' ફિલ્મનું લુક પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થતાં વિવાદમાં આવી છે. જેમાં ટ્રેલરના એક સીનમાં છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં વિકી કૌશલ મહારાષ્ટ્રનું લોકનૃત્ય લેઝિમ ડાન્સ કરતો જોવા મળે છે. જેને લઈને વિવાદ સર્જાતાં ડારેક્ટર લક્ષ્મણ ઉતેકરે MNS ચીફ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને ફિલ્મના વિવાદને લઈને કેટલાક મુદ્દાઓ જણાવ્યા હતા.
ફિલ્મના ડાયરેક્ટરે શું કહ્યું?
ડાયરેક્ટર લક્ષ્મણે કહ્યું કે, 'હું રાજ ઠાકરેને મળ્યો. તેઓ સારા રીડર અને ગહન અધ્યયન કરનારા વ્યક્તિ છે. એટલા માટે મે તેમની પાસેથી કેટલાક સૂચનો અને માર્ગદર્શન લીધું. તેમના કહેલા શબ્દો મારા માટે ઘણા મદદગાર સાબિત થયા. તેમની સાથે મુલાકાત કર્યા બાદ મે ફિલ્મના વિવાદિત સીન્સ હટાવાનો નિર્ણય કર્યો. લેઝિમ નૃત્યને ફિલ્મમાંથી હટાવવું કોઈ મોટી વાત નથી. સંભાજી મહારાજ લેઝિમ નૃત્યથી પણ ઘણા મોટા છે. એટલા માટે અમે ફિલ્મમાંથી એ દ્રશ્યો હટાવા જઈ રહ્યા છે. '
લેઝિમ નૃત્ય છત્રપતિ સંભાજી મહારાજથી મોટું નથી
જ્યારે સંભાજી મહારાજે બરહાનપુર પર હુમલો કર્યો હતો, ત્યારે તેમની ઉંમર 20 વર્ષની હતી. અમે શિવાજી સાવંતની પુસ્તક છાવાના રાઈટ્સ લીધા છે. પુસ્તકમાં લખેલું છે કે, સંભાજી મહારાજ હોળીના તહેવારમાં શામિલ થતા હતા, તેમણે આગથી નારિયેળ નીકાળતા હતા. એટલા માટે અમને લાગતું હતું કે તે સમયે સંભાજી મહારાજ ફક્ત 20 વર્ષના હતા. તો ચોક્કસ લેઝિમ લોકનૃત્ય પણ રજૂ કરતા હશે. અને કેમ નહિ? લેઝિમ લોકનૃત્ય મરાઠા સંસ્કૃતિનો એક ભાગ છે. આ આપણું પરંપરાગત નૃત્ય છે. પરંતુ જો કોઈને તે ડાન્સ મૂવ્સ અને લેઝિમ ડાન્સથી દુઃખ થયું હોય તો અમે તે દ્રશ્યો દૂર કરીશું. કારણ કે અમારા માટે લેઝિમ નૃત્ય છત્રપતિ સંભાજી મહારાજથી મોટું નથી.
બીજ તરફ, મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે છાવા ફિલ્મને રિલીઝ કરતાં પહેલા એક્સપર્ટ્સને બતાવવાની માગ કરી છે. જેથી આપત્તિજનક દ્રશ્યોને પહેલા જ હટાવી દેવાય. તેમણે ફિલ્મ મેકર્સને ચેતવણી આપતા કહ્યું કે, 'મહારાજના સમ્માનને ઠેસ પહોંચાડનારાઓને બર્દાશ્ત કરવામાં આવશે નહીં. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સંભાજીરાદે છત્રપતિએ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જેથી ભૂલો સુધારી શકાય.'