Get The App

'ગલી બોય'ની સીકવલમાં વિકી અને અનન્યાની જોડી બનશે

Updated: Jan 14th, 2025


Google News
Google News
'ગલી બોય'ની  સીકવલમાં વિકી અને અનન્યાની જોડી બનશે 1 - image


- આલિયા અને રણવીરને રીપીટ નહીં કરાય

- દિગ્દર્શક અર્જુન વરેનસિંહને 'ખો ગયે હમ કહાં'માં અનન્યાનું કામ ગમ્યું હતું

'ગલી બોય'ની સીકવલમાં વિકી કૌશલ અને અનન્યા પાંડેની જોડી જોવા મળે તેવી શક્યતા છે. ફિલ્મના સર્જકોએ વિકી કૌશલને હિરો તરીકે અગાઉથી જ પસંદ કરી લીધો છે. હવે તેની સાથે હિરોઈન તરીકે અનન્યા પાંડેને ફાઈનલ કરવામાં આવે તેવી સંભાવના છે.  

રણવીર અને આલિયાની ફિલ્મ 'ગલી બોય' ૨૦૧૯માં રીલિઝ થઈ હતી. તેની સીકવલની વાત લાંબા સમયથી ચર્ચાતી હતી. જોકે, હવે સીકવલમાંથી રણવીર અને આલિયાની બાદબાકી કરી દેવામાં આવી છે.   સીકવલનું દિગ્દર્શન અર્જુન વરેન સિંહ કરવાનો છે.  તેણે  'ખો ગયે કહાં હમ' ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું.  આ ફિલ્મની હિરોઈન અનન્યા પાંડે હતી. આથી તેને 'ગલી બોય'ની સીકવલમાં હિરોઈન તરીકે અનન્યા વધારે યોગ્ય લાગી છે. 

Tags :
Vicky-KaushalAnanya-Pandey

Google News
Google News